આજના જ દિવસે 1896માં ડાઈનેમાઈટની શોધ કરનારા વૈજ્ઞાનિક અલ્ફ્રેડ નોબેલનું નિધન થયું હતું. તેમના નિધનના પાંચ વર્ષ પછી 1901માં 10 ડિસેમ્બરે જ પ્રથમવાર નોબેલ સન્માન પ્રદાન કરાયા હતા. વાસ્તવમાં, અલ્ફ્રેડના ભાઈ લુડવિગનું 1888માં મોત થયું. ત્યારે એક ફ્રેન્ચ અખબારે અજાણતા છાપ્યું કે અલ્ફ્રેડ નોબેલનું નિધન થયું છે. તેની સાથે અખબારે તેમની આકરી ટીકા કરતા તેમને ‘મર્ચન્ટ ઓફ ડેથ’ એટલે કે ‘મોતનો સોદાગર’ ગણાવ્યા.
આ વાતે અલ્ફ્રેડને પરેશાન કરી દીધા અને તેઓ શાંતિના કામમાં લાગી ગયા. તેમણે પોતાના મોતના એક વર્ષ પહેલા વસિયત લખી, જેમાં તેમણે સંપત્તિનો સૌથી મોટો હિસ્સો ટ્રસ્ટ બનાવવા માટે અલગ કરી દીધો. તેમના સન્માનમાં 1901થી દર વર્ષે 10 ડિસેમ્બરે નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે. ત્યારથી અત્યાર સુધીમાં અનેક જાણીતી હસતીઓને આ પુરસ્કાર મળી ચૂક્યા છે.
2014માં ભારતના કૈલાશ સત્યાર્થીને પણ નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો, પરંતુ શું તમે જાણો છો કે સરમુખત્યાર એડોલ્ફ હિટલરને પણ 1939માં આ પુરસ્કારો માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. તેમને નોમિનેટ કરનારાએ મજાકમાં આવું કર્યુ હતું. પરંતુ હિટલરના નોમિનેશન પછી વિવાદ વધતા જ આ નોમિનેશન પરત લેવાયું હતું. સોવિયેત સરમુખત્યાર સ્ટાલિનને 1945 અને 1948માં નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા.
જ્યારે કુંબલેએ કપિલને પાછળ છોડ્યા
આજના જ દિવસે 2004માં અનિલ કુંબલેએ કપિલ દેવના ટેસ્ટમાં 434 વિકેટના રેકોર્ડને પાછળ રાખી દીધો હતો. કુંબલેએ ઢાકામાં બાંગ્લાદેશની વિરુદ્ધ યોજાયેલી ટેસ્ટના પ્રથમ જ દિવસે બે વિકેટ લઈને આ કરતબ કર્યુ. તેમણે પોતાની ટેસ્ટ કેરિયરમાં કુલ 619 ટેસ્ટ વિકેટ લીધી. આ આજે પણ ભારતીય રેકોર્ડ છે. કુંબલેથી વધુ વિકેટ માત્ર શ્રીલંકાના મુથૈયા મુરલીધરન (800) અને ઓસ્ટ્રેલિયાના શેન વોર્ન (708) માટે છે.
ભારત અને દુનિયામાં 10 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ આ પ્રકારે છેઃ
- 1868ઃદુનિયાની પ્રથમ ટ્રાફિક લાઈટ લંડનમાં લગાવાઈ. તેની શોધ જેપી નાઈટે કરી હતી જેઓ એક રેલવે સિગ્નલ એન્જિનિયર હતા.
- 1878ઃસ્વતંત્ર સેનાની સી રાજગોપાલાચારીને જન્મ થયો હતો.
- 1950ઃ યુએન દ્વારા આજના દિવસને માનવ અધિકાર દિવસ ઘોષિત કરાયો.
- 1958ઃ અમેરિકાની પ્રથમ ડોમેસ્ટિક જેટ પેસેન્જર ફ્લાઈટ બોઈંગ 707એ ન્યૂયોર્કના મિયામી સુધી ઉડ્ડયન કર્યુ. અઢી કલાકના ઉડ્ડયનમાં 111 મુસાફરો સામેલ હતા.
- 1982ઃ સમુદ્ર અંગેના કાયદા બતાવનારી ટ્રીટી પર દુનિયાના 117 દેશોએ હસ્તાક્ષર કર્યા.
- 2000ઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને દસ વર્ષ માટે પાકિસ્તાનથી દેશનિકાલ કરાયા. શરીફ એ સમયે કિડનેપિંગ, હાઈજેકિંગ અને ભ્રષ્ટાચારના મામલે સજા કાપી રહ્યા હતા.
- 2001ઃ ભારતીય સિનેમાના દિગ્ગજ કલાકારોમાં સામેલ અશોક કુમારનું નિધન થયું હતું.
- 2002ઃ અમેરિકાની બીજી સૌથી મોટી એરલાઈન્સ કંપની યુનાઈટેડ એરલાઈન્સ નાદાર જાહેર થઈ.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3m5mNbL

0 ટિપ્પણીઓ