ઈપીએફઓ તેના ખાતાધારકોને 8.50%ના દરે એકસાથે વ્યાજની ચૂકવણી કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે શ્રમમંત્રાલયે નાણામંત્રાલયને આ મામલે પ્રસ્તાવ મોકલ્યો છે. પ્રસ્તાવમાં જણાવ્યું છે કે ઈપીએફઓએ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઇટીએફ) એટલે કે ઈક્વિટી સેલથી સારી કમાણી કરી છે. એવામાં તમામ ખાતાધારકોને વર્તમાન વર્ષનું વ્યાજ એકસાથે ચૂકવી શકાય છે. અગાઉ 9 સપ્ટેમ્બરે સંગઠને નક્કી કર્યું હતું કે કોરોનાને લીધે આવક પર અસર થઈ છે એટલા માટે વ્યાજ બે ભાગમાં વહેંચી દેવાશે. પહેલાં 8.15ના દરે પછી બાકીની ચુકવણી 0.35 ટકાના દરે કરાશે.
આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાને કેબિનેટની મંજૂરી, 22,810 કરોડ ખર્ચાશે
કેન્દ્રીય કેબિનેટે દેશમાં રોજગારને પ્રોત્સાહન આપવા આત્મનિર્ભર ભારત પેકેજ 3.0 હેઠળ આત્મનિર્ભર ભારત રોજગાર યોજના(એ.બી.આર.વાય.)ને મંજૂરી આપી દીધી છે. તેનાથી કર્મચારી અને રોજગાર આપનાર બંનેને પ્રોત્સાહન મળશે. આ યોજના 1 ઓક્ટોબર 2020થી લાગુ મનાશે અને 30 જૂન 2021 સુધી અમલી રહેશે. તેના માટે સરકાર 22,810 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33WFvfo

0 ટિપ્પણીઓ