ગણતંત્ર દિવસ નિમિતે અયોધ્યાની ઝાંખી દર્શાવવા માટે તૈયારી ચાલી રહી છે. આ વખતના ગણતંત્ર દિવસની પરેડની ઝાંખીમાં રામની નગરી જોવા મળશે. દિલ્હીના રાજપથ પર યોજાનારી પરેડમાં અયોધ્યાનો ભવ્ય દીપોત્સવ તથા રામ મંદિરને લગતી ઝાંખીઓ પ્રસ્તુત કરવામાં આવશે.
ગણતંત્ર દિવસ નિમિતે યોજાનારી પરેડના સંદર્ભમાં દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં ઉત્તર પ્રદેશ સરકાર તરફથી એક પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો,જેને મંજૂરી મળી ગઈ છે. રામ નગરી અને ઉત્તર પ્રદેશની સાંસ્કૃત્તિક ધરોહર શિર્ષકથી ઝાંખીને લગતો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.
આ ઝાંખીમાં પ્રભુ શ્રીરામની ધરતી પર નિર્માણ પામી રહેલા ભવ્ય મંદિર સહિત રામ નગરીની સંસ્કૃતિ, પરંપરા, કલા તથા અન્ય દેશોમાંથી આયોધ્યા તથા પ્રભુ રામ સંબંધિત ચિત્રણ પણ રજૂ કરવામાં આવશે. આ સાથે જ વર્ષ 2018થી CM યોગી આદિત્યનાથ દ્વારા શરૂ કરવામાં આવેલા ભવ્ય દીપોત્સવને પ્રસ્તુત કરવામાં આવશે.
PM મોદીએ અયોધ્યામાં 5 ઓગસ્તના રોજ રામ મંદિરનું ભૂમિપૂજન
આ અંગેની જાણકારીની પુષ્ટી અયોધ્યાના નાયબ માહિતી નિર્દેશક ડો.મુરલીધર સિંહે આપી હતી. અયોધ્યાને વિશ્વ પટલ પર ઉભારવા માટે પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં ભવ્ય દીપોત્સવનું આયોજન કર્યું. આ આયોજનને વિશ્વ વિક્રમ સ્થાપિત કરી દેશ-વિદેશમાં રામ નગરી તથા ભારતીય સંસ્કૃતિની છાપ છોડી છે.
ત્યારબાદ 5 ઓગસ્ટના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભવ્ય રામમંદિર નિર્માણ માટે ભૂમિ-પૂજન કર્યું. તેના મારફતે સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃત્તિનો સંદેશ આપ્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/344fmvh

0 ટિપ્પણીઓ