પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુસ્તક ‘ધ પ્રેસિડેન્શિયલ યર્સ’ જાન્યુઆરીમાં બજારમાં આવશે. આ પુસ્તક પશ્ચિમ બંગાળના એક ગામથી દેશના રાષ્ટ્રપતિ ભવન સુધીની તેમની સફર અંગે જણાવશે. જો કે, પુસ્તકમાં કોંગ્રેસની સ્થિતિ પર કરાયેલી ટિપ્પણીઓથી વિવાદ સર્જાવાની આશંકા છે.
રૂપા પબ્લિકેશનથી પ્રકાશિત થઈ રહેલું આ પુસ્તક પૂર્વ રાષ્ટ્રપતિની યાદોનો ચોથો એપિસોડ છે. તેમાં તેમણે રાષ્ટ્રપતિ હતા ત્યારે સામે આવેલા પડકારો અને મુશ્કેલ નિર્ણયો વિશે સ્પષ્ટ કર્યુ છે. પબ્લિકેશન હાઉસના મેનેજિંગ ડાયરેક્ટર કપીશ જી. મહેરાએ કહ્યું કે જો પ્રણવ મુખરજી અત્યારે હોત તો વાચકો વચ્ચે પોતાની ઓટોબાયોગ્રાફી વાચવાનું જોશ જોઈને રોમાંચિત થઈ જાત.
મોદી અને મનમોહનનો પણ ઉલ્લેખ
આ સંસ્મરણમાં પ્રણવ મુખરજીએ રાષ્ટ્રપતિ તરીકે પોતાના કાર્યકાળ દરમિયાન બે રાજકીય વિરોધી વડાપ્રધાન મનમોહન સિંહ અને નરેન્દ્ર મોદી સાથેના સંબંધો શેર કર્યા છે. તેમણે લખ્યુ છે કે તેમણે બે બિલકુલ અલગ વડાપ્રધાનો સાથે કામ કર્યુ.
તેમણે કહ્યું કે ડો. સિંહ ગઠબંધનને આગળ વધારવા માટે વિચારતા હતા. તેની અસર સરકાર પર પણ દેખાતી હતી. પોતાના બીજા કાર્યકાળમાં તેમણે એ જ કર્યુ. જ્યારે મોદીએ પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન શાસનની નિરંકુશ શૈલી અપનાવી. તેનાથી સરકાર, ન્યાયપાલિકા અને વિધાયિકા વચ્ચે સંબંધોમાં કડવાશ આવી ગઈ. તેમણે લખ્યું કે સરકારના બીજા કાર્યકાળમાં આવા મામલે સમજ ઉત્તકૃષ્ટ થઈ કે નહીં, તે સમય જ જણાવશે.
કોંગ્રેસ પર આકરી ટિપ્પણીઓ
પોતાના પુસ્તકમાં પૂર્વ રાષ્ટ્રપતિએ કોંગ્રેસ વિશે આકરી ટિપ્પણીઓ કરી છે. આ પાર્ટીના તેઓ પાંચ દાયકાથી વધુ સમય સુધી સિનિયર નેતા રહ્યા હતા. તેઓ પાર્ટીના એ નેતાઓની વાતોનું ખુલ્લેઆમ ખંડન કરે છે, જેઓ એવું માનતા હતા કે 2004માં પ્રણવ મુખરજી વડાપ્રધાન બન્યા હોત તો પાર્ટી 2014ની લોકસભા ચૂંટણીમાં ખરાબ રીતે હારી જવાથી બચી ગઈ હોત.
પ્રણવ મુખરજી કહે છે કે મને લાગે છે કે મારા રાષ્ટ્રપતિ બન્યા પછી પાર્ટીની લિડરશીપે પોલિટિકલ ફોકસ ગુમાવી દીધું. જ્યારે સોનિયા ગાંધી પાર્ટીના મામલાઓ સંભાળી શકતા નહોતા, ત્યારે ગૃહમાં મનમોહન સિંહની લાંબા સમય સુધી ગેરહાજરીએ અન્ય સાંસદો સાથે વ્યક્તિગત સંપર્ક ખતમ કરી દીધા.
ઓબામા સાથેનો કિસ્સો જણાવ્યો
પ્રણવ મુખરજીએ આ પુસ્તક દ્વારા રાષ્ટ્રપતિ ભવનના આંતરિક કામકાજની રીતભાત પણ જણાવી છે. તેમણે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા સાથે સંકળાયેલો એક કિસ્સો શેર કર્યો. 2015માં તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા ભારત આવ્યા હતા. યુએસ સિક્રેટ સર્વિસ એ વાત પર અડીખમ હતી કે ઓબામા એક ખાસ બખ્તરબંધ કારમાં સફર કરશે, જેને અમેરિકાથી લાવવામાં આવી હતી. એ કારમાં નહીં કે જેનો ઉપયોગ ભારતના રાષ્ટ્રપતિ કરે છે.
પ્રણવ મુખરજીએ લખ્યું છે કે સિક્રેટ સર્વિસના અધિકારીઓ ઈચ્છતા હતા કે હું પણ ઓબામાની સાથે એ જ બખ્તરબંધ કારમાં સફર કરૂં. મેં વિનમ્રતા અને મજબૂતી સાથે એમ કરવાનો ઈનકાર કરી દીધો. આ સાથે જ હોમ મિનિસ્ટ્રીને કહ્યું કે તેઓ અમેરિકન અધિકારીઓને જણાવી દે કે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ભારતમાં ભારતીય રાષ્ટ્રપતિ સાથે સફર કરશે, તો તેમણે આપણી સુરક્ષા વ્યવસ્થા પર ભરોસો કરવો પડશે. આ સિવાય અન્ય કોઈ માર્ગ નથી.
પુસ્તકના ત્રણ ભાગ આવી ચૂક્યા છે
- પ્રણવ મુખરજીના સંસ્મરણો પર ત્રણ પુસ્તકો ધ ડ્રામેટિક ડિકેડ-ધ ઈન્દિરા ગાંધી યર્સ, ધ ટર્બુલન્ટ યર્સ અને ધ કોએલિશન યર્સ આવી ચૂક્યા છે. ધ ડ્રામેટિક ડિકેડમાં 1970નો સમય દર્શાવાયો છે. તેમાં પ્રણવ મુખરજીએ પોતાની રાજનીતિની શરૂઆત, બાંગ્લાદેશની રચના, ઈમર્જન્સી લાગવી અને કોંગ્રેસ વિરોધી રાજનીતિની શરૂઆત વિશે જણાવાયું છે.
- ધ ટર્બુલન્ટ યર્સમાં 1980ના દાયકાનો ઉલ્લેખ છે. ત્યારે સંજય ગાંધીનું અચાનક નિધન થયું હતું. થોડા વર્ષોમાં જ ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની પણ હત્યા થઈ હતી. દેશ અને પાર્ટીમાં આ ઉથલપાથલવાળા સમય વિશે જણાવાયું છે.
- ત્રીજા પુસ્તક ધ કોએલિશન યર્સમાં 1996 પછીના 16 વર્ષની કહાની છે. આ પુસ્તક દેશના રાજકીય ઈતિહાસના સૌથી ઉતાર-ચઢાણની વાત કરે છે. તેમાં તેમણે જણાવ્યું છે કે શરદ પવાર કોંગ્રેસથી અલગ કેમ થઈ ગયા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2LszdxQ

0 ટિપ્પણીઓ