News

Responsive Advertisement

કોરોના વાઇરસ ની અપડેટ

LoC પર પાકિસ્તાને આખી રાત ફાયરિંગ કર્યું, ભારતની જવાબી કાર્યવાહીમાં તેના 5 સૈનિક ઠાર

પાકિસ્તાન તરફથી નિયંત્રણરેખા પર જોરદાર ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. ગુરુવારે બપોરે શરૂ થયેલો સિલસિલો શુક્રવાર સવાર સુધી ચાલુ રહ્યો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાનની આ હરકતનો જડબાતોડ જવાબ આપ્યો હતો. જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના પાંચ સૈનિક ઠાર મરાયા હતા અને ત્રણ સૈનિક ઘાયલ પણ થયા છે. ન્યૂઝ એજન્સીએ ભારતીય સેનાનાં સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે.

પૂંછ સેક્ટર નિશાન
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાન તરફથી ગુરુવારે બપોર પછી શરૂ થયેલું ફાયરિંગ શુક્રવારે સવારે પણ ચાલુ હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં હથિયારો અને મોર્ટારનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી, જેમાં પાકિસ્તાનના 5 સૈનિક ઠાર મરાયા હતા. LoCના અમુક ભાગમાં પાકિસ્તાની સેના સતત ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી રહી છે. ગુરુવાર રાતે ફાયરિંગનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરનું પૂંછ સેક્ટર હતું.

નાગરિકોને ટાર્ગેટ કરવાનું કાવતરું
ભારતીય સેનાના એક અધિકારીએ કહ્યું હતું કે પાકિસ્તાને અચાનક ફાયરિંગ કર્યું. તે આપણા સિવિલિયન વિસ્તારને ટાર્ગેટ કરવા માગતું હતું. માનકોટ સેક્ટરમાં સૌથી વધુ ફાયરિંગ થયું. અમુક સિવિલિયન પ્રોપર્ટીને પણ નુકસાન પહોંચ્યું છે. આ પ્રકારની હરકતોનો જવાબ આપવો જરૂરી હતો. અમે પાકિસ્તાનના પાંચ સૈનિકો ઠાર માર્યા, જ્યારે ત્રણ ઘાયલ છે. તેમણે ઘણાં નવાં બંકર બનાવ્યાં હતાં. એને નષ્ટ કરી નાખ્યાં છે. ફાયરિંગ ગુરુવાર અને શુક્રવારની રાતે લગભગ 2 કલાક સુધી ચાલ્યું હતું.

અત્યારસુધીમાં 3200 સીઝફાયર વાયોલેશન
બન્ને દેશ વચ્ચે 1999માં સીઝફાયર વાયોલેશન અંગે સમજૂતી થઈ હતી. પાકિસ્તાન સતત આ સંઘર્ષ વિરામ સમજૂતીનું ઉલ્લંઘન કરી રહ્યો છે. આ વર્ષે અત્યારસુધીમાં તેને 3200 વખત સીઝફાયર વાયોલેશન કર્યું, જેમાં 30 નાગરિક માર્યા ગયા હતા, જ્યારે 100થી વધુ ઘાયલ થયા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
LoC પર પૂંછ સેક્ટરમાં પાકિસ્તાને ગુરુવારે અને શુક્રવારની રાતે મોટી સંખ્યામાં હથિયારોથી ફાયરિંગ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ તેના પાંચ સૈનિક ઠાર માર્યા છે(ફાઈલ તસવીર).


from Divya Bhaskar https://ift.tt/375dlRi

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ