News

Responsive Advertisement

કોરોના વાઇરસ ની અપડેટ

રાજસ્થાન-MP સહિતનાં અનેક રાજ્યોમાં વરસાદને કારણે તાપમાનમાં 6 ડીગ્રીનો ઘટાડો, 48 કલાકમાં ઠંડીમાં થશે વધુ વધારો

શુક્રવારે ઉત્તર ભારતમાં હવામાનમાં પલટો આવ્યો હતો. રાજસ્થાનના અલવર અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો, જેને કારણે તાપમાનનો પારો 6 ડીગ્રી ઘટ્યો હતો. તો આ તરફ મધ્યપ્રદેશમાં ભોપાલ અને ઈન્દોરમાં પણ વરસાદ પડ્યો હતો. પંજાબ અને હરિયાણાના અનેક વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. પટનામાં આખો દિવસ ધુમ્મસ છવાયું હતું. પશ્ચિમી ખલેલને કારણે શનિવાર અને રવિવારે પણ દેશના ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે.

મધ્યપ્રદેશમાં ઈન્દોર સૌથી વધુ ઠંડું
શુક્રવારે ઈન્દોર રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. અહીં લઘુતમ તાપમાન 19.4 ડીગ્રી રેકોર્ડ નોંધાયું હતું. શાજાપુરમાં 19.9 ડીગ્રી અને ભોપાલમાં 21.8 ડીગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે જબલપુરમાં 29.8, ગ્વાલિયરમાં 27.8 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન શાસ્ત્રીના કહેવા મુજબ, શનિવારે ભોપાલ સહિત અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

ફોટો ઈન્દોરના વિજયનગર ચાર રસ્તાનો છે. શુક્રવારે વરસાદ બાદ ઠંડી વધી હતી.

ઉદયપુરમાં પ્રથમ માવઠાથી દિવસના તાપમાનમાં 6.6 ડીગ્રીનો ઘટાડો થયો હતો.
રાજસ્થાનના ઉદયપુરમાં શુક્રવારે સવારે વરસાદ પડ્યો હતો. દિવસ દરમિયાન કોઈ તડકો નીકળ્યો ન હતો. દિવસના તાપમાનમાં 6.6 ડીગ્રીનો ઘટાડો થયો હતો અને ઠંડીમાં પણ વધારો થયો હતો. ઉદયપુર સહિ‌ત મેવાડમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવામાનમાં પરિવર્તનને કારણે હવે ઉત્તરીય પવન હવે મેદાની વિસ્તાર તરફ આગળ વધશે, ઠંડા પવનોને કારણે તાપમાનનો પારો 3થી 4 ડીગ્રી સુધી ઘટશે.

દિલ્હીમાં વરસાદ અને ધુમ્મસ
દિલ્હીના અનેક વિસ્તારોમાં આજે સવારે વરસાદ પડ્યો હતો. સમગ્ર શહેરમાં પણ ધુમ્મસ છવાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે લઘુતમ તાપમાન 11 ડીગ્રી અને મહત્તમ 26 ડીગ્રી રહી શકે છે.

ફોટો દિલ્હીના તુગલકાબાદ વિસ્તારનો છે.

પંજાબમાં 3 દિવસ વરસાદ પડવાની સંભાવના છે
હિમાચલમાં બરફવર્ષાને કારણે પંજાબમાં હવામાનમાં પલટો આવ્યો છે. શુક્રવારે મોડી રાત્રે લુધિયાણા, અમૃતસર, જલંધર સહિત અનેક જગ્યાએ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસમાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. ઠંડા પવન આગળ વધવા માંડ્યા છે, જેને કારણે આવનારા 48 કલાકમાં પારો વધુ ઘટશે. હજી સુધી રાજ્યમાં ડિસેમ્બરના હિસાબે ઠંડી ઓછી છે.

હરિયાણામાં 72 કલાકમાં તાપમાનમાં 5 ડીગ્રીનો ઘટાડો થશે
શુક્રવારે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જિંદ અને પાનિપત સહિતના કેટલાક જિલ્લામાં હળવો વરસાદ પડ્યો હતો. શનિવારે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે જેને કારણે આવનારા 72 કલાકમાં રાત્રિના સમયે પારો 3થી 5 ડીગ્રી સુધી નીચો જશે. 12 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી ભારે ધુમ્મસ થવાની સંભાવના છે. હવામાન વૈજ્ઞાનિકો કહે છે કે પર્વતોમાં બરફવર્ષા થતાં તાપમાનમાં તીવ્ર ઘટાડો થશે.

ફોટો લાહૌલ સ્પિતિના ત્રિલોકનાથ વિસ્તારનો છે.

પટનામાં વિજિબિલિટી 150 મીટર થઈ ગઈ
પટના સહિત બિહારના 22 જિલ્લામાં 14 અને 15 ડિસેમ્બરના રોજ વરસાદ પડવાની સંભાવના છે, જેના કારણે હવામાન ઠંડું રહેશે. શુક્રવારે પટનાનું મહત્તમ તાપમાન 22.2 ડીગ્રી અને લઘુતમ 12.8 ડીગ્રી નોંધાયું હતું.દિવસભર ધુમ્મસ છવાયું હતું. ઘણા વિસ્તારોમાં વિજિબિલિટી 150થી 200 મીટર સુધીની રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફોટો હિમાચલના લાહૌલ સ્પિતિના જસરથ ગામનો છે. આખું ગામ બરફથી ઢંકાયેલું છે. ઉત્તર ભારતમાં આગામી દિવસોમાં પર્વતોમાં બરફવર્ષાથી ઠંડીમાં વધુ વધારો થશે.


from Divya Bhaskar https://ift.tt/2KhmGfY

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ