ઇન્ડિયન ન્યૂઝ પેપર સોસાયટી (આઈએનએસ)ના પ્રમુખ એલ. આદિમૂલમે કેન્દ્ર સરકાર સમક્ષ ન્યૂઝ પેપર ઇન્ડસ્ટ્રી માટે પ્રોત્સાહન પેકેજ આપવાની માંગ કરી છે. આઈએનએસ ઘણા મહિનાથી આ પેકેજની આશા રાખી રહ્યું છે. આઈએનએસનું કહેવું છે કે ન્યૂઝ પેપર ઇન્ડસ્ટ્રીની આવક ઘટતા અભૂતપૂર્વ સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે કોવિડ-19ને કારણે જાહેરાત અને સર્ક્યુલેશનને બહુ જ ખરાબ અસર થઈ છે. આ કારણે અનેક પ્રકાશનો બંધ થઈ ગયાં છે અથવા કેટલીક આવૃત્તિ અનિશ્ચિત સમયગાળા માટે સ્થગિત કરી દેવાઈ છે. જો આ સ્થિતિ રહેશે તો નજીકના ભવિષ્યમાં હજુ વધુ પ્રકાશનો બંધ થઈ જશે. 8 મહિનામાં ઇન્ડસ્ટ્રીને લગભગ 12,500 કરોડનું નુકસાન થઈ ચૂક્યું છે અને વર્ષના અંત સુધીમાં આ નુકસાન 16,000 કરોડ સુધી પહોંચી શકે છે.
30 લાખ શ્રમિકો-સ્ટાફ પર અસર થશે
વિશ્વની સૌથી મોટી લોકશાહીનો ચોથો સ્તંભ ધ્વસ્ત થવાથી તેનાં સામાજિક અને રાજકીય ગંભીર પરિણામોની કલ્પના થઈ શકે છે. તેનાથી 30 લાખ શ્રમિકો અને સ્ટાફ પર પણ અસર થશે, આ તમામ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ન્યૂઝ પેપર ઇન્ડસ્ટ્રીઝમાં પત્રકાર, પ્રિન્ટર, ડિલિવરી વેન્ડર અને અનેક સ્વરૂપે કામ કરી રહ્યાં છે. ન્યૂઝપેપર ઇન્ડસ્ટ્રી ધ્વસ્ત થવાની વિનાશકારી અસર લાખો ભારતીયો પર પડશે જેમાં કર્મચારીઓ અને તેમનો પરિવાર તો સામેલ છે પણ તેની સાથે સંકળાયેલા ઉદ્યોગો, પ્રિન્ટિંગ પ્રેસ, ન્યૂઝ પેપર વેન્ડર અને ડિલિવરી બોય સહિત વિતરણની સપ્લાઈ ચેનની એક બૃહદ ઇકો-સિસ્ટમ પર તેની અસર પડશે. દાયકાઓથી આ બધા આજીવિકા માટે આ ઉદ્યોગ પર આશ્રિત છે.
જાહેર ખબરોના બિલની ચૂકવણી કરવી
ભારતીય ન્યૂઝ પેપર ઇન્ડસ્ટ્રીએ દરેક પડકારના સમયમાં સત્યાપિતને તથ્યાત્મક સમાચારના પ્રસારણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સુપ્રીમકોર્ટ અને વહીવટી તંત્ર દ્વારા પણ સમયાંતરે તેની પ્રશંસા થતી રહી છે. આ ઉદ્યોગ સંકટમાંથી ઉગરવા સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યો છે અને હવે તેની નજર સરકાર પર છે. સરકાર સમક્ષ માંગ કરાઈ છે કે ઇન્ડસ્ટ્રીને અતિ આવશ્યક પ્રોત્સાહન પેકેજ આપવામાં આવે જેમાં ન્યૂઝ પ્રિન્ટ, જીએનપી અને એલડબલ્યુસી પેપર પરની સેશ 5 ટકા કસ્ટમ ડ્યુટી હટાવવી, 2 વર્ષ સુધી ટેક્સ હોલીડે, સરકારી જાહેરાતના દરમાં 50 ટકા વૃદ્ધિ, પ્રિન્ટ મીડિયા પર સરકાર દ્વારા થતા ખર્ચમાં 200 ટકાનો વધારો અને બીઓસી તથા રાજ્ય સરકારોના માધ્યમ દ્વારા અપાતી જાહેર ખબરોના વિલંબિત બિલની તરત ચુકવણી કરવી વગેરે સામેલ છે. કારણ કે આ સમયની માંગ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/37bJBCg

0 ટિપ્પણીઓ