કેન્દ્ર સરકારે અર્થતંત્રને વેગ આપવા માટે બુધવારે ત્રણ મોટી યોજનાની જાહેરાત કરી છે. તેમા બે ડિજિટલ અર્થતંત્રને લગતી જાહેરાત છે. આ પૈકી એક પબ્લિક વાઈ-ફાઈ નેટવર્ક એક્સેસ સ્કીમ 'PM વાણી' છે. તેનો ઉદ્દેશ દરેક ગામ સુધી વાઈ-ફાઈ નેટવર્ક પહોંચાડવાનો છે.
બીજી યોજના અરુણાચલ પ્રદેશમાં 4G નેટવર્ક અને લક્ષદ્વીપમાં ફાઈબર કેબલ પહોંચાડવાનો છે. તે સાથે જ આત્મનિર્ભર યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ, માહિતી-પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર અને શ્રમ મંત્રી સંતોષ ગંગવારે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી.
જાહેર વાઈ-ફાઈ યોજના
કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આ યોજના અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે તે અંતર્ગત પબ્લિક ડેટા ઓફિસ, પબ્લિક ડેટા એગ્રીગેટર અને એપ પ્રોવાઈડર તૈયાર કરવામાં આવશે. એપ પ્રોવાઈડરને સાત દિવસની અંદર જ રજિસ્ટ્રેશન મળી જશે. તે માટે લાઈસન્સની પણ જરૂર નહીં પડે.
Cabinet chaired by PM @narendramodi has approved a new scheme for spreading coverage of broadband.
— Ravi Shankar Prasad (@rsprasad) December 9, 2020
PM-WANI (Wi-Fi Access Network Interface) will enable development of network of easily accessible public WiFi hotspots spread across the country.
તે અંતર્ગત સરકાર પબ્લિક ડેટા ઓફિસ (PDO) ખોલશે, આ માટે કોઈ પણ પ્રકારના લાઈસન્સની જરૂર પડશે નહીં. કોઈ પણ વર્તમાન દુકાનને ડેટા ઓફિસમાં બદલવામાં આવશે. સરકાર તરફથી ડેટા ઓફિસ, ડેટા એગ્રિગેટર, એપ સિસ્ટમ માટે 7 દિવસમાં સેન્ટર ખોલવાની મંજૂરી આપવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે લક્ષદ્વીપના દ્વીપોને પણ ફાઈબર કનેક્ટિવિટીથી જોડવામાં આવશે. કોચિનથી લક્ષદ્વીપના 11 દ્વીપોમાં 1000 દિવસમાં કનેક્ટિવિટી પહોંચી જશે.
આત્મનિર્ભર ભારત રોજગારી યોજનાને મંજૂરી
કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારે માહિતી આપી હતી કે દેશમાં આત્મનિર્ભર ભારત રોજગાર યોજના લાગૂ કરવામાં આવશે. જે અંતર્ગત વર્ષ 2020-23 સુધીમાં રૂપિયા 22 હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત આશરે 58.50 લાખ કર્મચારીઓને લાભ મળશે. માર્ચ,2020થી આગામી વર્ષ સુધી જે લોકો નોકરી પર જોડાયા છે તેમના EPFમાં સરકાર તરફથી યોગદાન આપવામાં આવશે. જે કંપનીમાં 1000થી ઓછા કર્મચારી છે તેમના 24 ટકા EPF યોગદાન સરકાર આપશે.
સંતોષ ગંગવારના જણાવ્યા પ્રમાણે મોદી સરકાર સત્તામાં આવી હતી ત્યારે સંગઠીત સેક્ટરોમાં 6 કરોડ રોજગારી હતી, હવે આ સેક્ટરમાં રોજગારી વધીને 10 કરોડ થઈ છે. આ ઉપરાંત કેન્દ્રીય કેબિનેટે અરુણચાલ પ્રદેશ, આસામના બે જીલ્લામાં USOF યોજનાને મંજૂરી આપી છે. ખેડૂત આંદોલન અને કૃષિ કાયદા અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે સરકાર ખેડૂતો સાથે વાતચીત કરી ઉકેલ મેળવી રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/37Lc5SA

0 ટિપ્પણીઓ