News

Responsive Advertisement

કોરોના વાઇરસ ની અપડેટ

છેલ્લા 24 કલાકમાં 20 હજાર નવા કેસ સામે આવ્યા અને 19 હજાર સાજા થયા, 12 દિવસ બાદ એક્ટિવ કેસમાં ફરી વધારો

બુધવારે દેશમાં કોરોના દર્દીઓની સંખ્યામાં થોડો વધારો જોવા મળ્યો હતો. 20 હજાર 472 નવા દર્દીઓ મળી આવ્યા, જ્યારે 19 હજાર 689 દર્દી સાજા થયા અને 222 લોકોનાં મૃત્યુ થયાં હતા. 26 ડિસેમ્બર પછી આ પહેલીવાર બન્યું છે કે નવા દર્દીઓની સંખ્યા સાજા થયેલા દર્દીઓ કરતા વધારે છે. સાથે જ એક્ટિવ કેસ, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ 547નો વધારો નોંધાયો છે.

દેશમાં અત્યાર સુધીમાં 1.03 કરોડ લોકોને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. આમાંથી 1 કરોડ દર્દીઓ સાજા થયા છે. 1.50 લાખ દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને 2.25 લાખ સારવાર હેઠળ છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

કોરોના અપડેટ્સ

  • આવતા અઠવાડિયાથી દેશમાં વેક્સીનેશન ડ્રાઇવ શરૂ થવાની છે. આ પહેલા 8 જાન્યુઆરીએ દેશભરમાં એક સાથે વેક્સીનેશનની ડ્રાય રન (રિહર્સલ) કરવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશના દરેક જિલ્લામાં ડ્રાય રન ચલાવવાનો ઉદ્દેશ વેક્સીનેશન દરમ્યાન આવતી મુશ્કેલીઓને ઓળખ કરવાનો છે.
  • કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ અને મોટા ડોકટરોની એક ટીમ જલ્દી જ કેરળ જશે. આ ટીમમાં ત્યાં કોવિડ-19 મેનેજમેન્ટની વ્યવસ્થા અને મહામારીને અટકાવવા માટે રાજ્ય સરકારને મદદ કરશે. છેલ્લા સાત દિવસમાં રાજ્યમાં 35 હજાર 38 નવા કેસ નોંધાયા છે. અહીં દરરોજ પાંચ હજાર લોકોને સંક્રમણ લાગી રહ્યું છે.
  • ભારત હવે એક્ટિવ કેસના મામલે વિશ્વના ટોપ -10 દેશોની યાદીમાંથી બહાર થઈ ગયું છે. હવે અહીં 2.25 લાખ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં ભારત આ મામલામાં 10માં ક્રમે હતું.
  • કેન્દ્ર સરકારે તમિળનાડુ સરકારને પત્ર લખીને રાજ્યમાં 100%ની ક્ષમતાવાળા થિયેટર ખોલવાના નિર્ણયને પાછો ખેંચવા જણાવ્યુ છે. એક દિવસ પહેલા જ રાજ્ય સરકાર દ્વારા તમામ થિયેટરોને 100%ની ક્ષમતા સાથે ખોલવા માટે મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રએ જણાવ્યું હતું કે કોવિડ-19 પ્રોટોકોલ હેઠળ થિયેટરો ફક્ત 50% ક્ષમતા સાથે ખોલવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે પણ આ અંગેનો આદેશ આપ્યો હતો.
  • કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે Co-WIN એપના નામ પર થઈ રહેલ છેતરપિંડી અંગે લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. મંત્રાલયે માહિતી જાહેર કરી જણાવ્યુ કે હવે સરકારની તરફથી વેક્સીનેશન માટે નોંધણી માટેની કોઈ પ્રક્રિયા શરૂ થઈ નથી. એપ સ્ટોર પર Co-WIN જેવી જ ઘણી મોબાઇલ એપ્લિકેશનો ચાલી રહી છે. લોકો તેને ન તો ડાઉનલોડ કરે તેમજ તેની પર પોતાની વ્યક્તિગત માહિતી શેર ન કરવી.

5 રાજયોની પરિસ્થિતી

1. દિલ્હી
બુધવારે રાજ્યમાં 654 લોકોને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતુ. 719 લોકો સ્વસ્થ થયા અને 16 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 6 લાખ 28 હજાર 352 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 6 લાખ 13 હજાર 246 લોકો સાજા થયા છે, જ્યારે 10 હજાર 625 દર્દીઓ મૃત્યું પામ્યા છે. જ્યારે 4481 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

2. મધ્યપ્રદેશ
મંગળવારે રાજ્યમાં 671 લોકો નવા કેસ સામે આવ્યા હતા. 839 લોકો સાજા થયા અને 14 લોકોનાં મૃત્યુ થયાં. અત્યાર સુધીમાં 2 લાખ 45 હજાર 318 લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 2 લાખ 33 હજાર 229 લોકો સાજા થયા છે, જ્યારે 3662 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં 8427 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

3. ગુજરાત
બુધવારે રાજ્યમાં 665 લોકોને કોરોનાથી સંક્રમિત મળ્યા હતા. 897 લોકો સાજા થયા અને 4 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 2 લાખ 49 હજાર 246 લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 2 લાખ 36 હજાર 323 લોકો સાજા થયા છે, જ્યારે 4329 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 8594 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

4. રાજસ્થાન
રાજ્યમાં બુધવારે 436 લોકોને કોરોનાથી સંક્રમણ લાગ્યું હતુ. 564 લોકો સ્વસ્થ થયા અને 4 લોકોનાં મોત અત્યાર સુધીમાં 3 લાખ 11 હજાર 111 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 3 લાખ 690 લોકો સાજા થયા છે, જ્યારે 2723 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 7698 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

5. મહારાષ્ટ્ર
રાજયમાં બુધવારે 4,382 કોરોનાના નવા કેસ સામે આવ્યા હતા. 2570 લોકો સાજા થયા અને 66 લોકોના મૃત્યુ થયા. અત્યાર સુધીમાં 19 લાખ 54 હજાર 553 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 18 લાખ 52 હજાર 759 લોકો સાજા થયા છે, જ્યારે 49 હજાર 825 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. જ્યારે 50 હજાર 808 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ અને મોટા ડોકટરોની ટીમ કેરળની મુલાકાત લેશે. આ ટીમ ત્યાં કોવિડ-19 મેનેજમેન્ટની વ્યવસ્થા અને મહામારીને અટકાવવામાં રાજ્ય સરકારને મદદ કરશે. -ફાઇલ ફોટો


from Divya Bhaskar https://ift.tt/35fe4OM

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ