
જબલપુર-કટંગી રોડ પર ગુરુવારે ટ્રેક્ટરને ટક્કર માર્યા પછી ટ્રક બેકાબૂ થઈ ગઈ. ટ્રકે કટંગી તરફ જઈ રહેલી કારને 600 મીટર સુધી ઘસેડી લીધી. પેટ્રોલ પંપના ઢાળ પર ટ્રક બંધ થયો તો તેના બોનેટની નીચે કાર દબાઈ ગઈ હતી. કારમાં સવાર ત્રણ શિક્ષકોમાં એક સ્ટેયરિંગમાં ફસાયો હતો. જોખમ એવું હતું કે થોડી જ ભૂલ થઈ જાય તો ટ્રક કારને ચબદી નાખત. પોલીસે બે કલાકની મથામણ પછી ચાર ક્રેન, બે હિટાચી અને એક ટ્રેક્ટરની મદદથી શિક્ષકને સહી સલામત બચાવી લીધા.
ટ્રેક્ટર-ટ્રોલીને ટક્કર માર્યા પછી બેકાબુ થયો ટ્રક
જાણકારી મુજબ કાર એમપી 20 સીજી 0658ને કટંગી નિવાસી આર કે સાહુ ડ્રાઈવ કરી રહ્યાં હતા. તેઓ જબલપુરમાં શિક્ષક છે અને બે સહયોગી શિક્ષક સંજય પાંડે અને મનોજ ઉપાધ્યાયની સાથે ઘરે પરત આવી રહ્યાં હતા. તે જ સમયે કંટગી તરફથી પથ્થર ભરીને આવી રહેલા ટ્રક એમપી 09 કેસી 5164એ ટ્રેક્ટર-ટ્રોલીને ટક્કર મારી દીધી. ટ્રેક્ટર-ટ્રોલી ખેતરમાં ઉતરી ગઈ. બેકાબૂ ટ્રક તે પછી સામેથી આવી રહેલી કારને 600 મીટર સુધી ધસડી ગયો.
કારના બોનેટ પર ચઢી ગયો ટ્રક
કાર પેટ્રોલ પંપના રેમ્પથી નીચે ખેતરમાં ઉતર ગઈ અને પથ્થર ભરેલો ટ્રક તેના બોનેટ પર જઈ ચઢ્યો. અકસ્માતમાં કાર ડ્રાઈવ કરી રહેલા શિક્ષક આર કે સાહુ સ્ટેયરિંગમાં ફસાઈ ગયા. તેમની સાથેના શિક્ષક મનોજ અને સંજય પણ ઘાયલ થઈ ગયા. બંનેને તાત્કાલિક કારમાંથી કાઢીને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. જોકે આર કે સાહુને કાઢવામાં બે કલાક લાગ્યા. ચાર ક્રેન અને બે હિટાચી મીશીનોએ લોડેડ ટ્રકને સંભાળી તો ટ્રેક્ટર-ટ્રોલીએ કારને ખેંચીને અલગ કરી દીધી. તે પછી સ્ટેયરિંગ કાપીને આર કે સાહુને કાઢવામાં આવ્યા.
નશામાં હતો ટ્રક ડ્રાઈવર
માઢોતાલના ટીઆઈ રીના પાંડેએ જણાવ્યું કે ટ્રક ઈન્દોરનું પાસિંગ ધરાવે છે. ડ્રાઈવર નશામાં હતો. તેની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેના લાયસન્સને સસ્પેન્ડ કરાવવામાં આવશે. જોકે મહત્વની વાત એ રહી કે ટ્રકની દિશા ફરી ગઈ. નહિતર તે પેટ્રોલ પંપમાં ઘુસી જાત તો મોટો અકસ્માત થયો હોત. જ્યારે કારમાં બેઠેલા શિક્ષકોને નવી જિંદગી મળી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Xp2VpX
0 ટિપ્પણીઓ