News

Responsive Advertisement

કોરોના વાઇરસ ની અપડેટ

સેનામાં પસંદગી થઈ તો છોકરીવાળાઓએ મોર્નિક વોક પર નીકળેલા યુવકનું અપહરણ કરી જબરદસ્તીથી લગ્ન કરાવ્યા, 20 જાન્યુઆરીએ છે જોઈનિંગ

લખીસરાયના બડહિયામાં પરાણે લગ્ન કરાવવાનો એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. ગુરૂવારે મોર્નિગ વોક પર નીકળેલા એક યુવકની કેટલાંક લોકોએ અપહરણ કર્યું અને તે બાદ સીધો જ તેને લગ્નના મંડપમાં બેસાડી દિધો. ત્યાં સંપૂર્ણ તૈયારીની સાથે દુલ્હન પણ સોળે શણગાર સજીને બેઠી હતી. અને તેથી દુલ્હાની પીઠી ચોળવાની વિધિ ઝડપથી કરવામાં આવી. જે બાદ છોકરીવાળાઓએ તેનો ફોટો પણ વાયરલ કર્યો. આ ફોટો યુવકના ગામ સુધી પહોંચ્યો, જે ફોટો પોલીસને દેખાડીને યુવકનું અપહરણ થયું હોવાની ફરિયાદ કરી. જે બાદ પોલીસે યુવકને જમુઇના સિકંદાર ગામમાંથી શોધી કાઢ્યો. યુવકની ઓળખ ગંગા સરાયના મનોજ કુમારના પુત્ર શિવમ (20 વર્ષ) તરીકે થઈ છે. જેની પહાડપુરના મંગલા રાયની પુત્રી સાથે પરાણે મહાદેવ સિમરિયા મંદિરમાં લગ્ન કરાવવામાં આવ્યા. શિવમ હાલમાં જ આર્મીમાં જનરલ ડ્યૂટી (GD) પદ પર પસંદ થયો છે, જે અંતર્ગત તેનું 20મી જાન્યુઆરીએ જોઈનિંગ છે.

સિકંદરામાંથી મળી આવ્યો શિવમ

વાયરલ ફોટોએ ખોલી પોલ
શિવમને જ્યાંથી પોલીસે શોધી કાઢ્યો, ત્યાં તેની માસી રહે છે. પહાડપુરના મંગલા રાયે પોતાની પુત્રીના લગ્નની સંપૂર્ણ તૈયારી કરી રાખી હતી. અપહરણ કરીને લગ્ન કરાવવાની પૂરી તૈયારી પ્રી-પ્લાન્ડ હતી. ઈન્ડિયન આર્મીમાં સિલેકશન થવાને કારણે છોકરીવાળાઓની શિવમ પર નજર હતી. ગુરૂવારે જ્યારે શિવમ ગંગા સરાયમાં મોર્નિગ વોક માટે નીકળ્યો જ એક લાલ રંગની અલ્ટો કાર રોકાઈ અને શિવમને ગાડીની અંદર ખેંચી લીધો. જે બાદ તેને પહાડપુર લઈ ગયા, જ્યાં લગ્નની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ જ્યારે જોયું તો તેની જાણકારી પરિવારને આપી, જે બાદ પરિવારના લોકો પોલીસ પાસે પહોંચ્યા હતા. જો છોકરીવાળાઓએ દુલ્હાની પીઠી ચોળેલી ફોટો વાયરલ ન કરી હોત તો લગભગ પોલીસ શિવમ સુધી પહોંચી શકી ન હોત. જો કે પોલીસ પહોંચે તે પહેલાં જ સંપૂર્ણ વિધિથી સિમરિયા મહાદેવના મંદિરમાં શિવમના પરાણે લગ્ન થઈ ગયા હતા.

અપહરણના વિરોધમાં NH80 જામ
યુવકના અપહરણના સમાચાર જંગલમાં લાગેલી આગની જેમ ફેલાઈ ગયા. શિવમના ઘરમાં પણ અફડાતફડી જેવું વાતાવરણ ઊભું થઈ ગયું. આજુબાજુના ગામના લોકો પણ એકઠાં થઈ ગયા. જે બાદ લોકોનો ગુસ્સો ફુટ્યો અને તેઓએ NH80 જામ કરી પ્રદર્શન શરૂ કરી દિધું. સ્થાનિક પોલીસ મુજબ 4 કલાકની અંદર જ યુવક મળી ગયો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
લગ્ન પછી શિવમ અને તેમની પત્ની


from Divya Bhaskar https://ift.tt/35gFljE

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ