
કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને લીધે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બન્ને રાજ્યના અનેક જીલ્લામાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે અને વીજળી પણ ઠપ્પ થઈ ગઈ છે.
આ માહોલમાં જમ્મુ-કાશ્મીરના આતંકવાદથીગ્રસ્ત કુપવાડામાં એક સારી ઘટના સામે આવી છે. અહીં એક ગર્ભવતી મહિલાની ડિલીવરી થવાની હતી. બરફને લીધે તમામ માર્ગો બંધ હતા. આજુબાજુના વિસ્તારોમાં કોઈ ડોક્ટર કે હોસ્પિટલની વ્યવસ્થા પણ ન હતી.
આ સંજોગોમાં સેનાના જવાનો મદદ માટે પહોંચ્યા હતા. તેઓ મહિલાને ખાટ પર લાવ્યા હતા અને ઘુટણો સુધી જામી ગયેલા બરફમાં આશરે બે કિલોમીટર ચાલી મેઈન રોડ સુધી પહોંચ્યા હતા. જ્યાં મહિલાએ એક દિકરાને જન્મ આપ્યો હતો. આ ઘટના પાંચ જાન્યુઆરીની છે.
હિમ વર્ષમાં જિંદગી અટકી પડી, સેંકડો પર્યટકો ફસાયા
આશરે દસ ઈંચ બરફ વર્ષા બાદ કાશ્મીર ઘાટીમાં જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયુ હતું. 3 જાન્યુઆરીથી શ્રીનગર જતી તમામ ફ્લાઈટને રદ્દ કરી દીધી છે. 300 કિમી લાંબા જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ટ્રાફિક બંધ છે. જામમાં 6000 લોડેડ ટ્રક અને યાત્રી વાહનો ફસાઈ ગયા છે.
હજારો પર્યટકો પહલગામ, ગુલમર્ગ, શ્રીનગરમાં ફસાઈ ગયા છે. હિમવર્ષા બાદ ઉત્તર-દક્ષિણ જીલ્લામાં પાવર લાઈન બ્રેકડાઉન થતા વીજળી પુરવઠો ખોરવાઈ ગયો છે.

શ્રીનગરમાં સરોવરમાં બરફ જામી ગયો છે
મધ્ય પ્રદેશમાં દિવસનો પારો 5 ડિગ્રી વધ્યો
મધ્ય પ્રદેશમાં હવે ઠંડીની અસર ઓછી થવા લાગી છે. મધ્ય પ્રદેશમાં તાપમાન 5 ડિગ્રી વધીને 29.6 ડિગ્રી પહોંચી ગયો છે. ભોપાલમાં હવામાનમાં પલટો આવી ગયો છે. દિવસમાં ઠંડક નથી. બુધવારે દિવસ દરમિયાન તાપમાન 5 ડિગ્રી વધી 29.6 ડિગ્રી પહોંચી ગયું. 5 વર્ષ બાદ જાન્યુઆરીના રોજ સૌથી ગરમ દિવસ રહ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શુક્રવાર અને શનિવારે વાદળ છવાયેલા રહ્યા હતા.

ભોપાલના અચારપુરથી શહેર તરફ જતી વખતે ક્લિક કરવામાં આવેલી તસવીર
રાજસ્થાનમાં 4 દિવસ ઘુમ્મસ છવાયેલુ રહ્યું, આબુમાં તાપમાન માઈનસ 3.4 ડિગ્રી
પ્રદેશના અનેક વિસ્તારોમાં બુધવારે ફરી એક વખત તાપમાન ગગડી ગયુ હતું. રાત્રીના સમયમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ થયો હતો. તેને લીધે ઠંડીનું પ્રમાણ વધી ગયુ હતું. માઉન્ટ આબુમાં તાપમાન ફરી એક વખત માઈનસ 3.4 ડિગ્રી નોંધાયુ. જ્યારે જોધપુર, જેસલમેર, પાલી અને ઉદયપુરમાં પારો 10 ડિગ્રીથી નીચે ઉતરી ગયો હતો.

માઉન્ટ આબુમાં ફુલ પર બરફ છવાયો
ઝારખંડમાં 10 જાન્યુઆરી સુધી વાદળ છવાયેલા રહેશે
રાંચીમાં બુધવારે સવારથી જ આકાશમાં વાદળ છવાયેલા હતા અને સામાન્ય વરસાદ થતો હતો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 10 જાન્યુઆરી સુધી રાંચી સહિત આસપાસના અનેક વિસ્તારોમાં વાછવાયેલા રહ્યા હતા. રાંચીમાં મહત્તમ તાપમાન 30.2 ડિગ્રી રેકોર્ડ કરવામાં આવ્યું.

તસવીર હિમાચલના લાહોલ-સ્પીતિની છે
પંજાબમાં વરસાદ અને કરા પડ્યા
છેલ્લા કેટલાક દિવસથી વરસાદને લીધે પંજાબમાં દિવસ અને રાતનું તાપમાન વધતુ હતું.બુધવારે જાલંધર, પટિયાલા, અમૃતસર અને કપૂરથલા સહિત અનેક જિલ્લામાં વરસાદ થયો હતો તથા વાદળ છવાયેલા રહ્યા હતા. પટિયાલામાં સાંજના સમયે પણ બરફ વર્ષા થઈ હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2XiUwVc
0 ટિપ્પણીઓ