News

Responsive Advertisement

કોરોના વાઇરસ ની અપડેટ

ગાંગુલીની ખાસ તૃણમૂલ ધારાસભ્યએ કહ્યું- અમુક લોકો કીડાની જેમ પાર્ટીને અંદરથી કોતરી રહ્યા છે

પશ્ચિમ બંગાળમાં મમતા સરકારની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. એક પછી એક તૃણમૂલ કોંગ્રેસના નેતા પાર્ટીનો સાથ છોડી રહ્યા છે. આ દરમિયાન TMC ધારાસભ્ય વૈશાલી ડાલમિયાએ પાર્ટીના વર્ક કલ્ચર સામે સવાલ ઉભા કર્યા છે. તેમણે કહ્યું છે કે, પાર્ટીના અમુક લોકો બીજાને કામ નથી કરવા દેતા. આવા લોકો કીડાની જેમ પાર્ટીને અંદરથી કોતરીને નબળી બનાવી રહ્યા છે.

વૈશાલી પૂર્વ BCCI અધ્યક્ષ જગમોહન ડાલમિયાની દીકરી છે અને વર્તમાન બોર્ડ પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીની ખાસ માનવામાં આવે છે. તે બલ્લી વિધાનસભા ચૂંટણી જીતીને આવ્યા છે.

પાર્ટીની અંદર વિવાદ: વૈશાલી
વૈશાલીએ કહ્યું છેલ્લા 3-4 વર્ષોથી પાર્ટીમાં લોકો એક બીજાને કામ નથી કરવા દેતા. આ એવા લોકો છે જેમના મનમાં કાર્યકર્તાઓ માટે પ્રેમ નથી વધ્યો અને તેમને રાજ્યની જનતાની પણ ચિંતા નથી. તેમણે કહ્યું કે, તાજેતરમાં જ મમતા સરકારના મંત્રી લક્ષ્મી રતન શુક્લાએ દુખી થઈને મંત્રી પદ છોડી દીધું છે અને હવે તેમને પાર્ટીના લોકોના હુમલાનો સામનો કરવો પડે છે. આ એવા લોકો છે જે બીજાની પાર્ટી સાથે નહીં પરંતુ પાર્ટીની અંદર અંદર જ લડી રહ્યા છે. તેમને મમતા બેનરજી સાથે કોઈ લાગણી નથી.

3 દિવસ પહેલાં બંગાળના ખેલ મંત્રીએ રાજીનામુ આપ્યું
આ પહેલાં રાજ્યના ખેલ મંત્રી અને પૂર્વ ક્રિકેટર લક્ષ્મી રતન શુક્લાએ મંગળવારે મંત્રીપદ પરથી રાજીનામુ આપી દીધુ છે. જોકે હજી સુધી તેમણે ધારાસભ્ય પદ છોડ્યું નથી. ત્યારે મમતાએ કહ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ રાજીનામુ આપી શકે છે.

TMCમાં ટૂટ ચાલુ
આ પહેલાં 19 ડિસેમ્બરે ટીએમસી છોડી ચૂકેલા અને મમતાના ખાસ મંત્રી શુભેન્દુ અધિકારી ભાજપમાં જોડાઈ ગયા છે. તેમની સાથે સાંસદ સુનીવ મંડળ, પૂર્વ સાંસદ દશરથ તિર્કી અને 10 MLAએ પણ ભાજપ જોઈન કર્યું હતું. તેમાં 5 ધારાસભ્યો તૃણમૂલ કોંગ્રેસના જ હતા.

આ ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા હતા
આ પહેલાં તાપસી મંડળ, અશોક ડિંડા. સુદીપ મુખરજી, સૈકત પાંજા, શીલભદ્ર દત્તા, દિપાલી બિસ્વાસ, શુક્ર મુંડા, શ્યાંપદા મુખરજી, બિસ્વજીત કુંડૂ અને બાનાશ્રી મૈતીએ ગયા મહિને જ ભાજપ જોઈન કર્યું છે.

ગાંગુલી પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા
ગાંગુલી જ્યારથી BCCIના અધ્યક્ષ બન્યા છે ત્યારથી તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો સંભળાઈ રહી છે. તાજેતરમાં જ તેઓ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને મળવા ગયા હતા. ત્યારપછીથી ક્યાસ કાઢવામાં આવી રહ્યો છે કે સૌરવ ગાંગુલી ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાશે.
ત્યારપછી ગાંગુલીને હાર્ટ પ્રોબ્લેમના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરીને તેમના સ્વાસ્થ્ય સમાચાર પણ લીધા હતા. જ્યારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને મુખ્યમંત્રી મમતા બેનરજી તેમને મળવા હોસ્પિટલ પણ પહોંચ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
વૈશાલી પૂર્વ BCCI અધ્યક્ષ જગમોહન ડાલમિયાની દીકરી છે અને વર્તમાન બોર્ડ પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીની ખાસ માનવામાં આવે છે


from Divya Bhaskar https://ift.tt/3npM2Gk

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ