વીડિયો ડેસ્કઃ ભડભડ સળગતાં ટ્રેક્ટરનો આ વીડિયો રાજસ્થાનના જોધપુરનો છે. અહીં સતેચ ભાનુ રોડ પર અજાણ્યા વાહને ટ્રેકટરને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ખતરનાક હતી કે, ટ્રેક્ટર ઊલળીને ખાડામાં ખાબકી ગયું અને જોતજોતામાં આગહવાલે થઈ ગયું. આગની આ વિકરાળ જ્વાળાઓમાં ટ્રેકટરચાલક પણ જીવતો ભડથું થઇ ગયો છે. આ દૃશ્યો પરથી સમજી શકાય છે કે, ટ્રેક્ટરચાલકના શું હાલ થયા હશે. સાંજના સમયે અહીં રોડનું કામ ચાલી રહ્યું હતું, આ સમયે જ રાજુ બિશ્નોઈ નામનો યુવક પાણીનું ટેન્કર લઈને આવ્યો હતો. આ દરમિયાન જ અજાણ્યા વાહને ટ્રેક્ટરને અડફેટે લીધું હતું અને ટ્રેક્ટર ખાડામાં પડી જતાં ચાલક દબાઈ ગયો હતો. જો કે, આસપાસમાં કામ કરતાં લોકો ત્યાં પહોંચે એ પહેલાં જ ટ્રેક્ટરમાં ભયાનક આગ લાગી હતી અને ટ્રેક્ટરચાલક યુવક લોકોની નજર સામે જ ભડથું થઈ ગયો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2XiUY5M

0 ટિપ્પણીઓ