News

Responsive Advertisement

કોરોના વાઇરસ ની અપડેટ

કૃષિ મંત્રી બાબા લક્ખા સિંહને મળ્યા , જેમની ફોર્મ્યુલાથી ખેડૂત અને સરકાર વચ્ચે સમાધાન થઈ શકે છે

કૃષિ કાયદાઓના મુદ્દે ખેડૂતોનું આંદોલન છેલ્લા સવા મહિનાથી દિલ્હીની સીમાઓ પર ચાલી રહ્યું છે. શુક્રવારે ખેડૂતો અને સરકારની વચ્ચે વધુ એક વાતચીત થવાની છે. ખેડૂતોનું કહેવું છે કે તેઓ કાયદો પરત લેવામાં ન આવે ત્યાં સુધી હટશે નહિ. આ વિવાદની વચ્ચે ગુરુવારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે નાનકસર ગુરુદ્વારાના પ્રમુખ બાબા લક્ખા સિંહ સાથે મુલાકાત કરી હતી.

બાબા લક્ખા સિંહે આ દરમિયાન ખેડૂતો આંદોલનના મુદ્દાને કૃષી મંત્રીની સામે ઉઠાવ્યો. સાથે જ બંને પક્ષોની વચ્ચે સમજાવટ કરવાની શરૂઆત કરી.

શું છે ફોર્મ્યુલા ?
બાબા લક્ખા સિંહે સરકારને કહ્યું છે કે તે બંને પક્ષોની વચ્ચે સમજાવટ કરાવવા માટે તૈયાર છે. જોકે કેન્દ્ર સરકારે કૃષિ કાયદાને લાગુ કરવાની સત્તા રાજ્ય સરકારોને આપવી જોઈએ. કૃષિનો મુદ્દો રાજ્યનો જ મામલો છે.

જોકે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આ દરમિયાન સ્પષ્ટતા કરતા કહ્યું કે સરકાર ખેડૂતોની મોટાભાગની માંગો માની ચૂકી છે અને અન્ય માંગોને પણ માનવા તૈયાર છે. જોકે સરકાર ત્રણે કાયદાઓને પરત લેશે નહિ. જો સરકાર પોતાની રીતે કઈક પગલા ભરે તો ખેડૂતોએ પણ આમ જ કરવું જોઈએ.

કોણ છે બાબા લક્ખા સિંહ ?
તમને જણાવીએ કે પંજાબ, હરિયાણા અને ઘણા રાજ્યોમાં ઘણા નાનાકસર ગુરુદ્વારા છે. આ તમામ ગુરુદ્વારાઓના પ્રબંધક કમિટીના પ્રમુખ બાબા લક્ખા સિંહ જ છે, જેમની શીખ સમુદાયમાં ઘણી પહોંચ છે. એવામાં તેમના તરફથી સરકાર અને ખેડૂતોની વચ્ચે મધ્યસ્થતાની કોશિશ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકાર તરફથી અત્યાર સુધીમાં ઘણી વખત ખેડૂતોની સાથે વાતચીત કરવામાં આવી છએ. આ સિવાય કૃષિ મંત્રી સાથે પણ ઘણા રાજ્યોના અલગ-અલગ ખેડૂતોના સંગઠનોએ મુલાકાત કરી છે. એવામાં સરકારેને આશા છે કે શુક્રવારની ચર્ચામાં ખેડૂતો તેમના પ્રસ્તાવને માનશે. બીજી તરફ ખેડૂતોએ પણ 26 જાન્યુઆરીએ એક વખત મોટી ટ્રેક્ટર રેલી કાઢવાની વાત કહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કૃષિ મંત્રીએ ગુરુવારે મુલાકાત કરી હતી.


from Divya Bhaskar https://ift.tt/2K1b29q

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ