ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં લઠ્ઠાકાંડે 5 લોકોનાં જીવ લીધા છે. જ્યારે 16 લોકોને સારવાર માટે જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 6 લોકોની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. બનાવની માહિતી મળ્યા બાદ એસપી સંતોષ કુમારે બેદરકારીના આરોપસર પીઆઇ સહિત 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. SDM અને મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મામલો સિકંદરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના જીત ગઢી ગામનો છે. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દારૂ વેચાય છે. કહેવામાં આવી રહ્યું છે કે ગામના કેટલાક લોકોએ ગુરુવારે દારૂ પીધો હતો, જેનાથી તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. સારવાર માટે જિલ્લાની એક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલમાં લાવ્યા બાદ ડોકટરોની ટીમે પાંચને મૃત જાહેર કર્યા હતા.
ગામલોકોનો આરોપ- પોલીસની મિલીભગતને કારણે દારૂ વેચાઇ રહ્યો
દરમિયાન ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે બુટલેગરો અને પોલીસની મિલીભગતથી ઝેરી દારૂ વેચાઇ રહ્યો હતો જેમાં લઠ્ઠાકાંડના કારણે પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઘટનાની જાણ થયા ગામમાં પહોંચેલી પોલીસે દારૂ વેચનારા વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે. ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2JW5gG3

0 ટિપ્પણીઓ