
કાશ્મીર અને હિમાચલમાં બરફવર્ષાથી સ્થાનિક લોકોને ઘણી તકલીફ પડી રહી છે. બન્ને રાજ્યના ઘણા જિલ્લામાં ભારે પવન ફૂંકાવા અને બરફ પડવાથી વીજપુરવઠો ખોરવાયો છે. આ તરફ મધ્યપ્રદેશમાં હવે ઠંડીની અસર ઘટવા લાગી છે. મધ્યપ્રદેશમાં તાપમાન 5 ડીગ્રી વધીને 29.6 ડીગ્રી પર પહોંચી ગયું છે. રાજસ્થાનમાં 4 દિવસ ધુમ્મસ રહેવાનો અંદાજ છે.
કાશ્મીરઃ બરફવર્ષાથી જીવન થોભ્યું, સેંકડો પર્યટકો ફસાયા
બરફવર્ષા પછી કાશ્મીર ઘાટીમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. અહીં પાંચ ફૂટ જેટલો બરફ જામી ગયો છે. 3 જાન્યુઆરીથી શ્રીનગર જતી તમામ ફ્લાઈટ રદ છે. 300 કિમી લાંબા જમ્મુ-કાશ્મીર નેશનલ હાઈવે પર ટ્રાફિક બંધ છે. જામમાં 6000 લોડેડ ટ્રક અને યાત્રી વાહન ફસાયાં છે. હજારો પર્યટકો પહલગામ, ગુલમર્ગ, શ્રીનગરમાં ફસાયા છે. બરફવર્ષા પછી ઉત્તર-દક્ષિણ જિલ્લામાં પાવરલાઈનના બ્રેકડાઉનથી વીજપુરવઠો ખોરવાયો છે.અહીં ઓટોમોબાઈલ અને જમવાનું બનાવવાના ઈંધણનું રાશનિંગ આપવાનો આદેશ આપવમાં આવ્યો છે. ટૂ-વ્હીલર વાહન 3 લિટર સુધી ઈંધણ લઈ શકે છે, ખાનગી કાર 10 લિટર અને કોમર્શિયલ વાહનને 20 લિટર ઇંધણ મળી શકે છે.

મધ્યપ્રદેશમાં દિવસનો પારો 5 ડીગ્રી વધ્યો
ભોપાલમાં હવામાનનું વલણ બદલાઈ રહ્યું છે. દિવસમાં ઠંડી નથી. બુધવારે દિવસનો પારો સામાન્ય કરતાં 5 ડીગ્રી વધુ 29.6 ડીગ્રી પર પહોંચી ગયો છે. 5 વર્ષ પછી જાન્યુઆરીનો આ સૌથી ગરમ દિવસ રહ્યો. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, શુક્રવાર અને શનિવારે વાદળછાયા વાતાવરણ અને માવઠાંના અણસાર છે.

રાજસ્થાનમાં 4 દિવસ ધુમ્મસ છવાશે, આબુમાં પારો માઈનસ 3.5 ડીગ્રી
રાજ્યના ઘણા વિસ્તારમાં બુધવારે એક પછી એક પારો ગગડ્યો. રાતે ક્યાંક ક્યાંક વરસાદ પણ પડ્યો, જેનાથી ઠંડી વધી. માઉન્ટ આબુમાં તાપમાન ફરી માઈનસ 3.4 ડીગ્રી નોંધાયું. જોધપુર, જેસલમેપ, પાલી અને ઉદયપુરનો પારો પણ 10 ડીગ્રીથી નીચે આવી ગયો. હવામાન વિભાગે 9 જાન્યુઆરી સુધી ભરતપુર,જયપુર અને બિકાનેર સંભાગના ઘણા જિલ્લામાં ધુમ્મસ છવાવાનું અનુમાન લગાવ્યું છે.

ઝારખંડમાં 10 જાન્યુઆરી સુધી વાદળ છવાયેલાં રહેશે, ઝરમર વરસાદના અણસાર
રાંચીમાં બુધવારની સવારથી જ આકાશમાં વાદળ છવાયેલાં રહ્યાં. ક્યાંક-ક્યાંક ઝરમર વરસાદ પણ થયો. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, 10 જાન્યુઆરી સુધી રાંચી સહિત આસપાસના વિસ્તારોમાં વાદળ છવાયેલાં રહેશે. અમુક વિસ્તારમાં હળવો ઝરમર વરસાદ પણ પડી શકે છે. બુધવારે રાંચીનું મેક્સિમમ તાપમાન 30.2 ડીગ્રી રેકોર્ડ થયું.

હરિયાણામાં ધુમ્મસ છવાશે, 11થી 13 સુધી શીતલહેર
ઘણા જિલ્લામાં સતત ચોથા દિવસે પણ વરસાદ સાથે હરિયાણાના ગુડગામમાં બરફ પણ પડ્યો હતો. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, 9 જાન્યુઆરી સુધી ધુમ્મસ છવાવાનો અંદાજ છે. 8 જાન્યુઆરીએ વાદળ પણ છવાઈ શકે છે. 11થી 13 જાન્યુઆરી સુધી ઘણા વિસ્તારમાં શીતલહેર થવાનો પણ અંદાજ છે.
હિમાચલમાં નેશનલ હાઈવે સહિત 331 રસ્તા બંધ
હિમાચલમાં બુધવારે થયેલી બરફવર્ષા પછી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. રાજ્યમાં 2 નેશનલ હાઈવે સહિત 331 રસ્તા અને અટલ ટનલ બંધ છે. ઘણા વિસ્તારમાં વીજળી પણ બંધ રહી. હવામાન વિભાગે જણાવ્યું છે કે 9 જાન્યુઆરી સુધી મેદાની વિસ્તારમાં ધુમ્મસ છવાઈ શકે છે.

પંજાબમાં વરસાદ અને બરફ, ફરી ઘટશે પારો
છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડવાને કારણે પંજાબમાં દિવસ અને રાતનો પારો વધી રહ્યો હતો, પણ હવામાન વિભાગે રાજ્યમાં ઠંડી ફરી આવે તેવી શક્યતા ગણાવી છે. બુધવારે જલંધર, પટિયાલા, અમૃતસર અને કપૂરથલા સહિત ઘણા જિલ્લામાં અટકી અટકીને વરસાદ પડતો રહ્યો હતો અને વાદળ છવાયેલા રહ્યાં હતાં. પટિયાલામાં સાંજે બરફ પણ પડ્યો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3oooEu7
0 ટિપ્પણીઓ