કૃષિ કાયદાના મામલે હાલ જ્યારે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે પંજાબમાં શીખોના સર્વોચ્ચ સંસ્થા શિરોમણી ગુરુ્દ્વારા પ્રબંધક કમિટી(SGPC) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શીખ ગુરુ તેગબહાદુરના 400માં પ્રકાશ પર્વમાં ન બોલાવવાનો નિર્ણય કર્યો છે. તેના પગલે પંજાબમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે આ મુદ્દે વાધો વ્યક્ત કર્યો છે. જ્યારે આમ આદમી પાર્ટી, શિરોમણિ અકાલી દળે આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે.
નિર્ણય પર કોંગ્રેસે લીધો વાધો
આ નિર્ણયને પંજાબ સરકારે અકાલી દળના દબાણમાં આવીને કરવામાં આવ્યું હોવાનું કહ્યું છે. પજાબના કેબિનેટ મંત્રી સુખજિંદર સિંહ રંધાવાએ કહ્યું કે SGPCના જે પણ કાર્યક્રમ થાય તે પાર્ટનરશીપમાં થાય છે, ગુરુ તેગબહાદુર જી સમગ્ર દેશના છે. એવામાં વડાપ્રધાનને આ કાર્યક્રમમાં ન બોલાવવાનો નિર્ણય યોગ્ય નથી.
સુખજિંદર સિંહ રંધાવાએ કહ્યું કે શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ કાર્યક્રમમાં બોલવવા જોઈતા હતા અને તેમને શીખ ગુરુઓ દ્વારા ખેડૂતોને આપવામાં આવેલી શિક્ષાઓ અને વાતો જણાવવી જોઈતી હતી. જેથી તેમને ખેડૂતોના દર્દનો અનુભવ કરાવી શકાય. કોંગ્રેસ નેતાએ કહ્યું કે ગુરુદ્વારા પ્રબંધક કમિટી પર સંપૂર્ણ રીતે બાદલ પરિવારનો કબ્જો છે અને તેના દબાણમાં જ આ પ્રકારનું રાજકારણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સંસ્થાએ સ્વતંત્ર રીતે લીધો નિર્ણયઃ અકાલી દળ
આ મુદ્દા પર અકાલી દળના નેતા અને પંજાબના પૂર્વ મંત્રી દલજીત સિંહ ચીમાએ કહ્યું કે ગુરુદ્વારા કમિટી એક બંધારણીય ધાર્મિક સંસ્થા છે, તેની ચૂંટણી થાય છે. એવામાં SGPCએ સમગ્ર સ્થિતિને જોતા આ નિર્ણય લીધો હશે અને તેમાં કોઈ પણ પ્રકારનું રાજકારણ નથી.
દલજીત સિંહ ચીમાએ કહ્યું કે કોંગ્રેસના નેતા આ મુદ્દાને રાજકીય ન બનાવે, આ એક ધાર્મિક સંસ્થા તરફથી લેવામાં આવેલો નિર્ણય છે. જે એક સ્વતંત્ર સંસ્થા છે અને પોતાના નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે.
અકાલી દળની જેમ જ આમ આદમી પાર્ટીએ આ સમગ્ર મામલામાં ગુરુદ્વારા કમિટીએ લીધેલા નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. AAPનું કહેવું છે કે જે રીતે ખેડૂત વિરોધી કાયદો કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવ્યો છે, તેની સીધી અસર પંજાબના ખેડૂતો પર પડી છે.
નિર્ણય પર શું કહ્યું ભાજપે ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાર્યક્રમમાં આમંત્રણ ન આપવાના મુદ્દે બીજેપીનું કહેવું છે કે પીએમ કોઈ દળના નહિ પરંતુ દેશના હોય છે. જ્યારે કોંગ્રેસના નેતાઓ જ એવી વાત કહી રહ્યાં છે કે વડાપ્રધાનને SGPCના કાર્યક્રમમાં બોલવવા જોઈતા હતા અને તેમ છતાં SGPCએ વડાપ્રધાનને બોલાવ્યા નથી તો તેનો જવાબ મળવો જોઈએ.
કૃષિ કાયદાના મુદ્દે ચાલી રહેલા આંદોલનનું નેતૃત્વ પંજાબના ખેડૂતો જ કરી રહ્યાં છે. તેઓ છેલ્લા થોડા મહિનાઓથી દિલ્હીની સીમાઓ પર છે. તેને જોતા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીના અધ્યક્ષ બીબી જાગીર કૌરે નિવેદન આપ્યું હતું કે અમારી સંસ્થા શીખોની જ સંસ્થા છે, એવામાં કેન્દ્રના કૃષિ કાયદાઓથી પંજાબના ખેડૂતોને મોટું નુકસાન થયું છે. આ કારણે અમે પીએમ મોદીને પ્રકાશ પર્વના કાર્યક્રમમાં બોલાવી ન શકીએ.
ઉલ્લેખનીય છે કે ગુરુ તેગ બહાદુરનો 400મો પ્રકાશ પર્વ એપ્રિલ મહીનામાં જ મનાવવામાં આવનાર છે. નવેમ્બરમાં જ તેની તૈયારીઓ શરૂ થઈ છે. આ અંતર્ગત અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. પંજાબ સરકાર દ્વારા વિશેષ રીતે 2021માં પ્રકાશ પર્વ મનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3nrAORC

0 ટિપ્પણીઓ