હૈદરાબાદમાં ચોરોએ એક મહિલાને તેના જ ઘરમાં પ્રેશર કુકરથી મારી નાખી. આ ઘટના ગુરુવારે પ્રકાશમાં આવી. હત્યા બાદ ચોરોએ વસ્તુઓ ચોરી લીધી. પછી તેઓ એ જ ઘરમાં નાહવા બેઠા. ત્યારબાદ નવા કપડાં પહેરીને નીકળી ગયા. તેઓ 40 ગ્રામ સોનું અને ₹1 લાખ પોતાની સાથે લઈ ગયા. પોલીસના પ્રારંભિક તપાસ અહેવાલ મુજબ, આ ઘટના 10 સપ્ટેમ્બરના રોજ સાયબરાબાદ વિસ્તારમાં આવેલા સ્વાન લેક એપાર્ટમેન્ટમાં બની હતી. મૃતક રેણુ અગ્રવાલ (ઉં.વ.50) તેના પતિ અને બાળક સાથે એપાર્ટમેન્ટના 13મા માળે રહેતી હતી. ઘટના સમયે મહિલા ઘરમાં એકલી હતી. સવારે મહિલાનો 26 વર્ષનો પુત્ર અને પતિ ઓફિસ ગયા હતા. ત્યારબાદ બે ચોર ઘરમાં ઘૂસી ગયા. પોલીસે જણાવ્યું કે, બુધવારે સાંજે જ્યારે રેણુએ લાંબા સમય સુધી ફોન કર્યા પછી પણ દરવાજો ખોલ્યો નહીં, ત્યારે પુત્ર અને પતિએ પ્લમ્બરની મદદથી દરવાજો ખોલાવ્યો. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી. ચોરોએ મહિલાને કુકરથી મારી અને પછી કાતરથી તેનું ગળું કાપી નાખ્યું. સીસીટીવીમાં બે આરોપીઓ એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળતા જોઈ શકાય છે. શરૂઆતની તપાસમાં નોકરો પર શંકા પોલીસને ઘરમાં કામ કરતા હર્ષા અને 14મા માળે કામ કરતા રોશન પર શંકા છે. ઘટનાની સાંજે 5 વાગ્યે સીસીટીવી ફૂટેજમાં બંને જોવા મળ્યા હતા. ત્યારથી બંને ગુમ છે. હર્ષા 10 દિવસ પહેલા જ મૃતકના ઘરે કામ પર આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે બંને હૈદરાબાદથી ભાગી ગયા છે અને રાંચી ગયા છે. પોલીસ એપાર્ટમેન્ટમાં રહેલા બાકીના લોકોની પૂછપરછ કરી રહી છે. રેણુ અગ્રવાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
from ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર https://ift.tt/OKh0gGQ

0 ટિપ્પણીઓ