News

Responsive Advertisement

કોરોના વાઇરસ ની અપડેટ

CJI પર જૂતું ફેંકનાર વકીલે કહ્યું, 'મુસ્લિમો મારતા હતા':સનાતન ધર્મના અપમાન પર ચૂપ ન રહી શકું, મેં મારા ક્લાયન્ટ અને પૈસા ગુમાવ્યા

'90ના દાયકાની વાત છે. મારી પત્ની મુરાદાબાદની એક યુનિવર્સિટીમાં પ્રોફેસર હતી. અમે ત્યાં જ રહેતા હતા. ત્યાં મુસ્લિમ વસતિ ઘણી વધારે છે. એ વખતે સાંજ થયા પછી સ્ત્રીઓને ઘરની બહાર નહોતા લઈ જઈ શકતા. માહોલ એવો હતો કે જો મુસ્લિમ સમુદાયની કોઈ વ્યક્તિની બકરીને મારું સ્કૂટર અડી પણ જાય તો તે મને ઉતારીને મારતા-પીટતા અને પત્નીને ઉઠાવી જતા. ત્યાં આવું અવારનવાર થતું હતું.' જસ્ટિસ બી.આર. ગવઈ તરફ જૂતું ફેંકનાર એડવોકેટ રાકેશ કિશોરે પોતાની જિંદગી સાથે જોડાયેલા આ કિસ્સાથી મુસ્લિમો પ્રત્યેની પોતાની વર્ષો જૂની નારાજગી વ્યક્ત કરી દે છે. તેઓ કહે છે કે જસ્ટિસ ગવઈએ પણ હિંદુ દેવી-દેવતાઓ અને સનાતન ધર્મનું અપમાન કર્યું છે, તેના પર હું ચૂપ ન રહી શક્યો. 16 સપ્ટેમ્બરના રોજ સીજેઆઇ (CJI) ગવઈએ ખજૂરાહોમાં ભગવાન વિષ્ણુની ખંડિત મૂર્તિની પુનઃસ્થાપનાની માગવાળી અરજી ફગાવી દીધી હતી. એના વિરોધમાં 6 ઓક્ટોબરના રોજ રાકેશે સુપ્રીમ કોર્ટની અંદર સીજેઆઇ ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો. જૂતું સીજેઆઇ સુધી પહોંચી ન શક્યું. સુરક્ષાકર્મીઓએ રાકેશને પકડીને બહાર કરી દીધા. આ દરમિયાન તેમણે નારા લગાવ્યા- સનાતન કા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન (સનાતનનું અપમાન હિન્દુસ્તાન નહીં સહન કરે). આ ઘટના પછી સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશન (SCBA)એ વકીલ રાકેશ કિશોર (72)ની મેમ્બરશિપ 9 ઓક્ટોબરના રોજ તાત્કાલિક અસરથી સમાપ્ત કરી દીધી. બીસીઆઇ (BCI)એ પણ તેમને સસ્પેન્ડ કરી દીધા છે. રાકેશ તપાસ વગર સસ્પેન્શન પર સવાલ ઉઠાવતાં કહે છે કે મને એનાથી ઘણું નુકસાન થયું. મારા ક્લાયન્ટ્સે પોતાનો પૈસો અને કેસ બંને પાછો લઈ લીધા છે. ભાસ્કરની ટીમે આરોપી વકીલ રાકેશ કિશોર સાથે વાત કરીને આખો મામલો સમજ્યો અને બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાનો પણ પક્ષ જાણ્યો. 'મને અંદરથી સવાલ થયો- સનાતનીઓના અપમાન પર હું ચૂપ કેમ છું' જૂતું ફેંકવાની ઘટના વિશે પૂછવા પર આરોપી એડવોકેટ રાકેશ કિશોર બેબાકીથી કહે છે, 'જે દિવસે આ કાંડ થયો એ દિવસે કોર્ટમાં મારો કોઈ કેસ નહોતો. હું ફક્ત આ જ કામ માટે પહોંચ્યો હતો, કારણ કે શું સાચું છે અને શું ખોટું એને લઈને મારા અંદર ઘણા સવાલ હતા? કોઈ શક્તિ હતી, જે સતત મને પૂછી રહી હતી કે જ્યારે સનાતનીઓનું અપમાન થયું ત્યારે પણ હું ચૂપ કેમ છું?' '16 સપ્ટેમ્બરના રોજ જસ્ટિસ ગવઈએ પહેલા 100 કરોડ લોકોની આસ્થાવાળા હિંદુ ધર્મ અને સનાતન ધર્મનું અપમાન કર્યું. તેમણે અમારા પ્રભુ વિષ્ણુનું અપમાન કર્યું અને મજાક ઉડાવી. મેં આ બધું તેના જવાબમાં કર્યું. યાદ રાખવું જોઈએ કે પહેલી હિંસા તેમની તરફથી થઈ, મારી તરફથી નહીં. આખા કાંડમાં એક્શન તો જસ્ટિસ ગવઈની હતી, મેં તો ફક્ત રિએક્શન આપ્યું હતું.' તેઓ આગળ કહે છે, 'હિંસા બે પ્રકારની હોય છે. એક હિંસા દેખાય છે અને એક દેખાતી નથી. પહેલી હિંસા એ હોય છે કે બ્લેડ કોઈ તમારી તરફ કરી દે અને કહે કે આ કામ કર, નહીં તો તેને છાતીમાં ઘોપી દઈશ. બીજી હિંસા હોય છે, જેમાં કોઈ વ્યક્તિ છરાની બ્લેડ પોતાની તરફ કરી લે અને કહે કે આ કામ કર, નહીં તો પોતાનો જીવ આપી દઈશ. હું સમજાવવા માગું છું કે પહેલીવાળી હિંસા હિંદુ ધર્મની સાથે થઈ. ગવઈ સાહેબે અમારાં દેવી-દેવતાઓનું અપમાન કર્યું.' રાકેશ સવાલ કરતાં કહે છે, 'ગવઈસાહેબે કહ્યું કે વિષ્ણુ ભગવાનને કહો કે તે પોતાની મૂર્તિ પોતે જ બનાવી લે. શું આવી કમેન્ટ કોઈ બીજા ધર્મ માટે કોઈ જજ કે જસ્ટિસ કરશે? નહીં, આવું એટલા માટે, કારણ કે હિંદુ ધર્મ સૉફ્ટ ટાર્ગેટ છે.' બરેલીમાં બુલડોઝર એક્શન પર ગવઈના રિએક્શનથી નારાજગી એડવોકેટ રાકેશ કિશોર કહે છે, 'હું બરેલીમાં જન્મ્યો અને ત્યાં જ મોટો થયો. મેં જમીનો પર કબજો થતા જોયો છે. જે વ્યક્તિ વિરુદ્ધ બુલડોઝર એક્શન થઈ રહી છે તેના વિશે કોણ નથી જાણતું અને ગવઈસાહેબ મોરેશિયસમાં કહે છે કે દેશ બુલડોઝરથી નહીં ચાલે. સીએમ યોગીએ ઓછામાં ઓછી આ હિંમત તો કરી. પહેલાંની સરકાર તો ચુપકીદી સાધી રહી. જો આ લોકોને નોટિસ પહોંચતી પણ હતી તો એનો જવાબ આપે કે ન આપે, કોઈ પૂછનારું નહોતું.' પોતાના પરિવાર પર પણ ભડક્યા એડવોકેટ, બોલ્યા- પત્ની-બાળકો મુજથી નારાજ આ બધાને લઈને તમારો પરિવાર શું વિચારે છે? એના જવાબમાં એડવોકેટ રાકેશ કહે છે, 'મારો પરિવાર ખૂબ નારાજ છે. સનાતન ધર્મની સૌથી મોટી ખામી આ જ છે. મુસ્લિમ ધર્મની સ્ત્રીઓ પોતાના ધર્મને લઈને હિંસા થવા પર રસ્તા પર આવી જાય છે. તેમની નાની-નાની દીકરીઓ સુધી રસ્તાઓ પર આવી જાય છે. અમારા ઘરની સ્ત્રીઓ તો બાળકો અને પતિને અંદર કરીને દરવાજા બંધ કરી લે છે. બાજુના ઘરમાં બળાત્કાર પણ થઈ રહ્યો હોય તોપણ તેઓ ઘરમાં બંધ રહે છે.' તેઓ કહે છે, 'આપણે ગુલામ જ એટલે થયા, કારણ કે પૃથ્વીરાજ ચૌહાણ પર મોહમ્મદ ઘોરી હુમલો કરતો રહ્યો અને બાકી રાજા મજાથી બધું જોતા રહ્યા. આ જ મારી સાથે પણ થઈ રહ્યું છે. સનાતનનું અપમાન કરવાથી ત્યારે કોઈ વ્યક્તિ નહીં ડરે, જ્યારે એક તરફ વિરોધી લોકો હોય અને બેરિકેડની બીજી તરફ ભગવો ધ્વજ લીધેલા સનાતનીઓ હોય.' દલિતનો મુદ્દો બનાવનારાઓને ખબર નથી, હું પોતે દલિત... જૂતાકાંડ પછી એડવોકેટ રાકેશને પરિવારની સાથે જ પોતાના જાણકાર લોકોનો પણ ટેકો નથી મળી રહ્યો. તેઓ કહે છે, 'મારા ઘરની બહાર આમ આદમી પાર્ટીના લોકો જૂતાંની માળા લઈને આવી ગયા. આખો દિવસ ઘરની બહાર હંગામો થતો રહ્યો, પરંતુ મારી સોસાયટીમાંથી કો પણ વ્યક્તિ મારા સપોર્ટમાં ન નીકળી. ઊલટા આ લોકો મારા વિશે પણ કંઈક-કંઈક ફરિયાદ કરતા રહ્યા. તુચ્છ માટે મારી સોસાયટીના લોકો વિરાટ સનાતનને નકારી રહ્યા હતા. હું સનાતન માટે લડી રહ્યો છું અને લડતો રહીશ.' આ ઘટનાને દલિતોનું અપમાન બતાવનારા લોકો પર એડવોકેટ રાકેશ કહે છે, 'જે લોકો તેને દલિતોનો મુદ્દો બનાવી રહ્યા છે, તેઓ એ નથી જાણતા કે હું પોતે દલિત છું. કોરી સમાજમાંથી આવું છું. ખરેખર આ મુદ્દો દલિત કે સવર્ણનો નથી. આ સનાતન ધર્મના અપમાનનો છે.' સસ્પેન્શનથી નુકસાન થયું, ક્લાયન્ટ કેસ અને પૈસા બંને લઈ ગયા સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશન (SCBA)એ એ જ દિવસે એડવોકેટ રાકેશનું લાઇસન્સ રદ કરી દીધું છે. તેમનું રજિસ્ટ્રેશન 2011નું હતું. આ પછી બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (BCI)એ પણ આરોપી રાકેશને તરત જ સસ્પેન્ડ કરી દીધા. એને લઈને રાકેશ કહે છે, 'સસ્પેન્શન પછી મારું ઘણું નુકસાન થયું છે. મારા ક્લાયન્ટ ડરી ગયા છે કે હવે હું કેસ નહીં લડી શકું. તેઓ આવીને પોતાના પૈસા અને કેસ બંને પાછા લઈ ગયા. હવે મારી પાસે એટલા પૈસા નથી કે બધાના પાછા આપી શકું તો કેટલાક કોસી પણ રહ્યા છે. મારા ઈરાદા પર સવાલ ઉઠાવી રહ્યા છે. કહી રહ્યા છે કે હું પૈસા નથી આપવા માગતો. જ્યારે કે એવું નથી, હું તેમના બધા પૈસા પાછા આપી દઈશ.' તેઓ આગળ કહે છે, 'હું હાર્ટ પેશન્ટ છું. અપોલોમાં મારા હાર્ટના વૉલ્વનું ઑપરેશન થવાનું છે. કિડની પણ ખરાબ છે. શુગર અને બીપીની પણ ફરિયાદ છે. હું 72 વર્ષનો છું.' જોકે બીજી જ પળે તે કહે છે, 'હું મરવાનો નથી. ઈશ્વરે મને કંઈક મોટું કરવા માટે પસંદ કર્યો છે. હું ઓછામાં ઓછાં 10-12 વર્ષ વધુ જીવીશ.' તપાસ કર્યા વગર સસ્પેન્શન કેવી રીતે થયું એડવોકેટ રાકેશ કહે છે, 'અધિવક્તા અધિનિયમનો સેક્શન-35 કહે છે કે જ્યારે બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા પાસે કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટની કોઈ ફરિયાદ પહોંચે તો ડિસિપ્લિનરી કમિટી બનાવવામાં આવે, આ કમિટી આરોપીને એક શૉકૉઝ નોટિસ મોકલે છે. આરોપી પાસેથી જવાબ માગવામાં આવે છે અને એના પર સુનાવણી થાય છે. એ પછી આરોપ સાબિત થવા પર સસ્પેન્ડ કરવામાં આવે છે. અહીં તો એવું કંઈ ન થયું. સસ્પેન્ડ પહેલા કરી દીધા, હવે તપાસ થશે.' 'તમે જુઓ એક એડવોકેટ છે પ્રશાંત ભૂષણ. તેમના પર પણ કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટનો કેસ બન્યો હતો. આ વાત 2020ની છે. તેમને ત્યારે કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટના દોષી ઠેરવવામાં આવ્યા હતા. તેમને સજા તરીકે બસ એક રૂપિયો દંડ ભરવો પડ્યો અને બરી થઈ ગયા. હવે તમે મારા કેસમાં જુઓ મારી આલોચના તો થઈ જ રહી છે. મને તપાસ વગર સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યો.' 'જ્યારે કે પ્રશાંત ભૂષણે પણ ચીફ જસ્ટિસ વિરુદ્ધ જ ટ્વીટ કર્યું હતું અને ટિપ્પણી કરી હતી. ખરેખર 29 જૂન, 2020ના રોજ એડવોકેટ પ્રશાંત ભૂષણે મોંઘી બાઇક પર બેઠેલા ચીફ જસ્ટિસ બોબડેની તસવીર ટ્વીટ કરતાં કમેન્ટ કરી હતી. જ્યારે બીજા ટ્વીટમાં તેમણે ભારતના હાલાતના સંદર્ભમાં છેલ્લા 4 મુખ્ય ન્યાયાધીશની ભૂમિકા પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો.' BCI અધ્યક્ષે કહ્યું- વકીલનો વ્યવહાર કોર્ટની ગરિમા વિરુદ્ધ BCI અધ્યક્ષ મનન કુમાર મિશ્રાએ 6 ઓક્ટોબરના રોજ જ એક વચગાળાના સસ્પેન્શન આદેશ જારી કરી દીધો. એમાં કહેવામાં આવ્યું કે વકીલનો આ વ્યવહાર 'ન્યાયાલયની ગરિમાના અનુકૂળ નથી' અને આ અધિવક્તા અધિનિયમ, 1961 હેઠળ વ્યાવસાયિક આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. BCIએ કહ્યું, 'કિશોરને તાત્કાલિક અસરથી પ્રેક્ટિસમાંથી સસ્પેન્ડ કરવામાં આવે અને તેમને ભારતની કોઈપણ અદાલત, પ્રાધિકરણ કે ટ્રિબ્યુનલમાં હાજર થવાથી, કામ કરવાથી, દલીલ કરવાથી કે પ્રેક્ટિસ કરવાથી દૂર રાખવામાં આવે.' મનન મિશ્રાએ કહ્યું, 'હજી તેમનું આ સસ્પેન્શન અસ્થાયી છે. હવે આ આખા કાંડની તપાસ થશે. એના આધાર પર જ કોઈ સ્થાયી નિર્ણય BCI લેશે.' વકીલાત પહેલાં WHOમાં કામ કરતા હતા એડવોકેટ રાકેશ કિશોરે વકીલાત 2011 પછી શરૂ કરી. તેમણે જણાવ્યું, વકીલાત પહેલાં તેઓ ડબ્લ્યુએચઓ (WHO)ના કેટલાક પ્રોજેક્ટમાં કામ કરતા હતા. રાકેશ કિશોર મેડિકલ એન્ટોમોલોજીના નિષ્ણાત છે. તેઓ કહે છે કે ડેન્ગ્યૂ, મલેરિયા વેક્ટર જેવી બીમારીઓના પ્રોજેક્ટમાં તેઓ કામ કરતા હતા. ભારત સરકાર માટે પણ કામ કર્યું.

from ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર https://ift.tt/m98uH1o

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ