ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતે શુક્રવારે કહ્યું કે ભારત પોતાની દરિયાઈ સરહદની સુરક્ષા પર ધ્યાન આપી રહ્યું છે. જેમાં હિન્દ મહાસાગર પર વિશેષ નજર છે. હાલના વર્ષોમાં ચીનની ઈકોનોમી અને લશ્કરી તાકાત વધવાથી આ ક્ષેત્રમાં તેનો દબદબો વધ્યો છે. ચીનના કારણે હિન્દ મહાસાગરમાં અન્ય દેશોની રુચિમાં પણ વધારો થયો છે. જો કે અહીયાં અલગ-અલગ મિશનના સપોર્ટમાં બહારની શક્તિઓના 120 યુદ્ધ જહાજ તૈનાત છે. તેમણે ગ્લોબલ ડાયલોગ સિક્યોરિટી સમિટમાં આ વાત જણાવી હતી.
જનરલ રાવતે કહ્યું કે હિન્દ મહાસાગરમાં સામાન્ય વિવાદો તો થતા રહે છે. જો કે, અહીં મોટા પ્રમાણમાં શાંતિ જળવાઈ રહે છે. આ ક્ષેત્રના મોટા ભાગના દેશો આર્થિક નફો મેળવવા માગે છે. તેઓ કનેક્ટિવિટી વધારીને દરિયાઇ માર્ગે થનારા વેપાર વધારવા માંગે છે.
અન્ય દેશો આવવાથી જોખમ વધ્યું
જનરલ રાવતે કહ્યું કે હિન્દ મહાસાગરમાં અન્ય દેશો પણ દરિયાઈ નેટવર્ક તૈયાર કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આવું કરીને તેઓ હિન્દ મહાસાગરમાં પોતાનો પ્રભાવ વધારવા માંગે છે. અન્ય દેશોની સૈન્ય શક્તિ અને પ્રાદેશિક નૌકાદળ વચ્ચે હરીફાઈ વધવાથી આ ક્ષેત્રના દેશોની સુરક્ષાને જોખમી છે. શાંતિ અને સુમેળ જાળવવા માટે પ્રદેશની સુરક્ષા જાળવવી આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સેનામાં ટેક્નોલોજી વિનાશ માટે ન હોવી જોઈએ
તેમણે કહ્યું કે સેનામાં ટેક્નોલોજી કોઈપણ સમસ્યાના ઉકેલ માટે હોવી જોઈએ, વિનાસ માટે નહીં. સુરક્ષાને લઈને અમારી નજર એકતરફી ન હોવી જોઈએ. તેના માટે અનેક પ્રકારના પ્રયાસ કરવા જોઈએ.ભવિષ્યમાં સુરક્ષાને મજબૂત બનાવવા ભાગીદાર દેશો સાથે તાલીમ આપવા જેવી પ્રવૃત્તિઓમાં વધારો કરવાની જરૂર છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2W4NbrH

0 ટિપ્પણીઓ