ઝારખંડમાં ડુમકા જિલ્લામાં મુફસ્સિલ ગામમાં પતિ સાથે મેળામાંથી પરત આવી રહેલી પાંચ બાળકોની માતા સાથે સામુહિક બળાત્કારની ઘટના સામે આવી છે. આ ઘટના મંગળવારે મોડી રાતે બની હતી. એ સમયે આ મહિલા મેળામાંથી પતિ સાથે પરત આવી રહી હતી. સંતાલ પરગણાના ડીઆઈજી સુદર્શન પ્રસાદ મંડલે જણાવ્યું હતું કે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ સાથે જ ઘટનામાં સામેલ આરોપીઓને ઝડપી લેવા માટે કાર્યવાહી કરી રહી છે.
આ અગાઉ ડીઆઈજી સાથે એસપી અંબર લકડાએ ઘટનાની જાણ થતા મુફસ્સિલ ખાતે પહોંચીને ઘટના અંગે માહિતી મેળવી હતી અને પીડિતાના નિવેદનના આધારે તાત્કાલિક તપાસ કરીને આરોપીઓની ધરપકડ કરવાના આદેશો આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે પીડિતાને મેડિકલ તપાસ માટે મોકલી આપવામાં આવી છે.
પીડિતાએ એક આરોપીની ઓળખ કરી
ડીઆઈજી સુદર્શન પ્રસાદ મંડલે જણાવ્યું હતું કે ગેંગરેપની ઘટનામાં સામેલ આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. પીડિતાનો મેડિકલ રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. મહિલાએ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે તેની સાથે થયેલા દુષ્કર્મની ઘટનામાં 17 આરોપીઓ સામેલ હતા. જેમાં એક આરોપીને તે ઓળખે છે, જે તેના જ ગામનો રહેવાસી હોવાનું જણાવ્યું છે.
પાંચ આરોપીઓએ પીડિતાના પતિને પકડી રાખ્યો
પીડિતાના પતિએ કહ્યું કે ગામમાં દર મંગળવારે બજાર ભરાય છે. જ્યાં તે પત્ની સાથે ખરીદી કરવા ગયો હતો. ખરીદી કરીને લગભગ 8 વાગ્યે બજારથી ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે રસ્તામાં નશામાં ચકચૂર લગભગ 17 યુવાનો ઊભા હતા. તેમાંથી પાંચ યુવકોએ તેને પકડી રાખ્યો અને બાકીના નરાધમો પત્નીને ઉઠાવીને ઝાડીમાં લઈ ગયા હતા. જ્યાં દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો.
મેળો જોઈને પરત આવી રહી હતી મહિલા
પોલીસ સૂત્રોને મળેલી જાણકારી અનુસાર, ડુમકાના મુફસ્સિલમાં પાંચ બાળકોની માતા તેના પતિ સાથે મંગળવારે ખરીદી કરવા બજારે ગઈ હતી. એ જ ગામમાં મેળાનું આયોજન પણ કરાયું હતું. મોડી રાતે મેળામાંથી પરત આવતી વખતે કેટલાક શખ્સોએ પતિને બંધક બનાવી મહિલા સાથે ગેંગરેપ કર્યો હતો. બુધવારે સવારે પીડિતાએ પતિ સાથે પોલીસ સ્ટેશન જઈને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3oDTfnj

0 ટિપ્પણીઓ