પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આક્રમક પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાએ બુધવારે કોલકાતામાં પક્ષના કાર્યાલયોનું ઉદઘાટન કરતા કહ્યું કે, બીજા પક્ષો તો ઘરમાંથી ચાલે છે. તૃણમૂલ પણ પરિવારનો પક્ષ છે. પરંતુ ભાજપ ઓફિસમાંથી ચાલતો લોકતાંત્રિક પક્ષ છે.
નડ્ડાએ આરોપ લગાવ્યો કે, બંગાળમાં મહિલાઓ સાથે ઘરેલુ અત્યાચાર, માનવ તસ્કરી અને દુષ્કર્મ જેવી ઘટનાઓ વધી રહી છે. મમતાએ ક્રાઈમ બ્યુરોના આ આંકડા જાહેર પણ નથી થવા દીધા. એટલું જ નહીં, કોરોનાના અસલી આંકડા પણ છુપાવી દીધા છે. તેમની સરકાર રાજકીય લાભ લેવા વંચિત લોકોને મુખ્યધારામાં પણ આવવા નથી દેતી.
મમતા બેનરજીનો મતલબ જ અસહિષ્ણુતા થઈ ગયો છે. આ દરમિયાન ભાજપ અધ્યક્ષે કાર્યકરોને બંગાળમાંથી તૃણમૂલ કોંગ્રેસને ઉખાડી ફેંકવાની અપીલ કરતા કહ્યું હતું કે, ભાજપ બંગાળમાં 200 બેઠક જીતશે અને સરકાર બનાવશે. બંગાળની પ્રજા ભાજપ સાથે છે. વડાપ્રધાન મોદી સાથે છે.
બીજી તરફ, બંધારણ સભાની પહેલી બેઠકના પ્રસંગે તેમના સભ્યોને શ્રદ્ધાંજલિ આપતા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાજપનું નામ લીધા વિના આરોપ લગાવ્યો કે, એક રાજકીય પક્ષ બંધારણનો દુરુપયોગ કરી રહ્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gwYKS3

0 ટિપ્પણીઓ