અમેરિકાની કંપની ફાઈઝરે કહ્યું છે કે તે ભારત જેવા દેશો માટે અલગ ફોર્મ્યુલા પર કામ કરી રહી છે, જેના માટે ડીપ રેફ્રિજરેશનની જરૂર નહીં પડે. તેને સામાન્ય રેફ્રિજરેટરમાં રાખી શકાશે.
હકીકતમાં, ફાઈઝરે ભારતમાં તેની વેક્સિન માટે ઈમર્જન્સી મંજૂરી માંગી છે. નિષ્ણાતો એ વાતથી ચિંતિત હતા કે આ વેક્સિનને -70 ડિગ્રી સેલ્સિયસ પર રાખવા માટે ભારતમાં પૂરતી વ્યવસ્થા નથી. હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે કહ્યું છે કે તે પોતાની ઈન્ટ્રાનેજલ વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ્સને આગામી મહિને શરૂ કરશે.
સૌથી પહેલા, વાત ફાઈઝર વેક્સિનની કરીએ
- ફાઈઝરની mRNA ટેકનોલોજી પર બની વેક્સિનના બે ડોઝ 90 ટકા સુધી અસરકારક છે, જ્યારે સિંગલ ડોઝ 67 ટકા છે. આ વેક્સિનને -70 ડિગ્રી સેલ્સિયસ પર સ્ટોર કરવાની જરૂર પડે છે. તે ભારતની કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓમાં મેચ કરતી નથી. આ વિષય પર ફાઈઝરના CEO અલ્બર્ટ બૌર્લાએ કહ્યું કે અમે નવી ફોર્મૂલા પર કામ કરી રહ્યા છે,જેમાં સ્ટોરેજ માટે -70 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જરૂર રહેતી નથી.
- આમ તો બૌર્લાને એ વાતનો વિશ્વાસ છે કે તે ભારતમાં -70 ડિગ્રી સેલ્સિયસ પર પણ તેની પ્રોડક્ટને ડિસ્ટ્રીબ્યુટર કરવા માટે તૈયાર છે. આ માટે તેમણે વેક્સિન સ્ટોરેજ, ટેમ્પરેચર મોનિટરિંગ તથા ટ્રાન્સપોર્ટના પ્લાન પણ સામે રાખે છે. ફાઈઝરની વેક્સિનને UK અને બહેરીનમાં ઈમર્જન્સી મંજૂરી મળી ગઈ છે. તેણે 6 ડિસેમ્બરને ભારતમાં ઈમર્જન્સી મંજૂરી માટે અરજી કરી હતી. આ અંગે ટૂંક સમયમાં ભારતમાં સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી નિર્ણય લેનારા છે.
ભારત બાયોટેકની સિંગલ ડોઝ વેક્સિન પણ ફાસ્ટ ટ્રેક પર
At Bharat Biotech, we are developing 2 dose nasal vaccines keeping the environment factor in consideration. Dr Krishna Ella, Chairman & MD, @BharatBiotech #COVID19Supply #CII4Health #BelgiuminIndia #Health4All #UnitedAgainstCOVID19 pic.twitter.com/CVJAqWPC0O
— #CII4Health (@CII4Health) December 8, 2020
- ભારત બાયોટેકના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર કૃષ્ણા એલ્લાએ કહ્યું છે કે તેમની ઈન્ટ્રાનેજલ કોવિડ-19 વેક્સિન જાન્યુઆરી,2021માં ક્લિનિકલ ટ્રાયલ્સના ફેઝ-1માં જશે. ત્રણ દિવસના TIE ગ્લોબલ સમિટમાં બેંગ્લુરુ બેસ્ડ બાયોકોન લિમિટેડની ચેરપર્સન કિરણ મજુમદાર શો સાથે ઈન્ટરેક્ટિવ સેશનમાં એલ્લાએ કહ્યું કે ભારત બાયોટેકમાં કોવેક્સિન સહિત અન્ય વેક્સિન બનાવવા માટે બે અથવા ફેસિલિટી પર કામ ચાલી રહ્યું છે.
- એલ્લાનું કહેવું છે કે મોટાભાગના વેક્સિન બે ડોઝ વાળી છે. આ સંજોગોમાં સિરીઝ અને નિડિલ્સનો કચરો વધારનાર છે. ભારતમાં જ 260 કરોડ સિરીઝ અને નિડિલ્સની જરૂર પડનારી છે. તેને ધ્યાનમાં રાખી ભારત બાયોટેકે વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન સાથે ચિમ્પ-એડેનોવાયરસ (ચિમ્પાંજી એડેનોવાયરસ) સિંગલ ડોઝ ઈન્ટ્રોનેજલ વેક્સિન માટે કરાર કર્યો છે. કોવેક્સિનની કિંમતના મુદ્દે એલ્લાએ કહ્યું કે અત્યારે તો એટલું જ કહી શકાય છે કે વિદેશની તુલનામાં સ્વદેશી વેક્સિન સસ્તી રહેશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2VYC17S

0 ટિપ્પણીઓ