News

Responsive Advertisement

કોરોના વાઇરસ ની અપડેટ

વિદેશ મંત્રી જયશંકરે કહ્યું- LAC પર તણાવને લઈ ચીને 5 પ્રકારની સ્પષ્ટતા આપી, અમારા સંબંધો સૌથી નાજુક સ્થિતિમાં

લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પર ચાલી રહેલા તણાવની સ્થિતિ વચ્ચે વિદેશ મંત્રી એસ.જયશંકરે ચીનના ષડયંત્રને લઈ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે બુધવારે કહ્યું હતું કે સરહદ પર પોતાની ગતિવિધિને લઈ ચીન 5 અલગ-અલગ પ્રકારની સ્પષ્ટતા આપી ચુક્યુ છે. તેને લીધે બન્ને દેશના સંબંધો પર વિપરીત અસર થઈ છે. તેમણે કહ્યું કે અમારા સંબંધો છેલ્લા 30-40 વર્ષના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે.

જયશંકર લદ્દાખની પૂર્વી સરહદ પર છેલ્લા સાત મહિનાથી ચાલી રહેલા તણાવના બેક ડ્રોપને લઈ ઓસ્ટ્રેલિયાની થિંક ટેંક લોવી ઈન્સ્ટિટ્યુટ તરફથી આયોજીત ઓનલાઈન સેશન સમયે આ માહિતી આપી હતી.

ભારત સીમા પર શાંતિ યથાવત રાખવા માટે પ્રતિબદ્ધ
ન્યૂઝ એજન્સીના જણાવ્યું હતું કે અમે સરહદ પર શાંતિપૂર્ણ માહોલ જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ. જેથી અમારી વચ્ચે જેવા પણ સંબંધ છે તે આગળ વધતા રહે. સરદર પર અમારી સામે એવી સ્થિતિ નથી કે જેથી અમે આગળ વધી શકીએ. તેમણે વધુમાં કહ્યું કે અમારી સામે આ સમસ્યા એટલા માટે છે કારણ કે વર્ષ 1988માં અમારા સંબંધોમાં ઉતાર-ચડાવ આવતા રહ્યા છે. અમારા પોતાના મુદ્દા અને મતભેદ હતા, પણ મોટાભાગે સંબંધ સકારાત્મક રહ્યા હતા.

ચીને સમજૂતીનું ઉલ્લંઘન કર્યું
તેમણે કહ્યું કે બન્ને દેશો વચ્ચે વર્ષ 1993થી અનેક વખત એવા એગ્રીમેન્ટ થઈ ચુક્યા છે, જે પ્રમાણે બન્ને દેશ બોર્ડર એરિયા પર મોટી સંખ્યામાં સેના ગોઠવી શકે નહીં. ચીને આ સમજૂતીનું ઉલ્લંઘન કર્યું છે. માટે તે 5 અલગ-અલગ રીતે નિવેદન આપી સ્પષ્ટતા આપવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

તેમણે કહ્યું કે ચીન લદ્દાખમાં બોર્ડર પર સંપૂર્ણ સૈન્ય તૈયારીઓ સાથે 10 હજારથી વધારે સૈનિકો ગોઠવ્યા હતા. આ સંજોગોમાં બન્ને દેશના સંબંધો પર તેની અસર થઈ છે.

સંબંધોને ટ્રેક પર લાવવા ખૂબ જરૂરી
ગલવાનમાં થયેલા સંઘર્ષનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ ઘટનાએ દેશની ભાવનાઓને બદલીને રાખી છે. ગલવાનમાં થયેલી અથડામણમાં ભારતના 20 જવાબ શહીદ થયા હતા. ચીનની સેનાને પણ ભારે નુકસાન થયુ હતું, જોકે ચીને આ વાતનો ક્યારેય સ્વીકાર કર્યો નથી.

તેમણે વધુમાં રહ્યું કે હવે અમારી સામે સૌથી મોટો મુદ્દો એ છે કે કેવી રીતે બે દેશો વચ્ચે બગડેલા સંબંધો ટ્રેક પર લાવવામાં આવશે.

બન્ને દેશો વચ્ચે થયેલી એગ્રીમેન્ટ પર અમલ થઈ રહ્યો નથી
જયશંકરે બે દેશો વચ્ચે રાજદ્વારી-લશ્કરી એંગેજમેન્ટ તથા મોસ્કો તેમના ચીનના સમકક્ષ વાંગ યી સાથે વાતચીતનો ઉલ્લેખ કરતા કહ્યું કે વાતચીતમાં કોઈ જ મુશ્કેલી નથી. મુદ્દો એ છે કે અમારી વચ્ચે જે પણ સમજૂતી થઈ તેની ઉપર અમલ કરવામાં આવી રહ્યો નથી. બન્ને દેશના નેતાઓએ મોસ્કોમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમ્મેલનમાં મુલાકાત કરી હતી. અહીં બન્ને દેશના રક્ષા મંત્રી વચ્ચે પણ વાતચીત થઈ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે ઓસ્ટ્રેલિયાની થિંક ટેંક વોલી ઈન્સ્ટિટ્યુટ તરફથી આયોજીત ઓનલાઈન સેશનને સંબોધિત કર્યું હતુ (ફાઈલ ફોટો)


from Divya Bhaskar https://ift.tt/371UFC2

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ