વીડિયો ડેસ્કઃ ઈન્ડોનેશિયામાં પતંગ ચગાવતાં 12 વર્ષના છોકરા સાથે દુર્ઘટના ઘટી છે. પોતાનાથી 3 ગણી મોટી સાઈઝના પતંગ સાથે લટકીને આ છોકરો હવામાં ઊડી રહ્યો હતો. આ દરમિયાન જ બેલેન્સ ગુમાવતાં તે 30 ફૂટ ઊંચેથી પટકાયો હતો. જેને કારણે તેના શરીરમાં છ જગ્યાએ ફ્રેક્ચર થયાં છે અને તાત્કાલિક ઓપરેશન કરાવવું પડ્યું છે. લામ્પુંગની પ્રિંગસેવુ રેજન્સીમાં પહેલી ડિસેમ્બરે આ દુર્ઘટના બની હતી. મહત્ત્વનું છે કે, થોડા સમય પહેલાં જ તાઈવાનમાં પણ 3 વર્ષની બાળકી આવી જ રીતે પતંગ પરથી પટકાઈ હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gwimW4

0 ટિપ્પણીઓ