દિલ્હીના દરવાજા પર 14 દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતોને સરકારે 6 રાઉન્ડની વાતચીત બાદ આજે 10 મુદ્દાનો પ્રસ્તાવ મોકલ્યો છે. આ પ્રસ્તાવમાં સરકાર મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે MSPની હાલની વ્યવસ્થા ચાલુ રાખવા બાબતે લેખિતમાં ખાતરી આપવા સંમત થઈ છે. સરકારે એમ પણ કહ્યું કે તે કૃષિ પેદાશ બજાર સમિતિ એટલે કે APMC હેઠળ બનેલી માર્કેટોને બચાવવા માટે કાયદામાં પણ બદલાવ કરશે. જો કે, કૃષિ કાયદાને નાબૂદ કરવાની ખેડૂતોની પ્રથમ માંગને સરકારે ફગાવી દીધી છે.

સરકારે ખેડુતોની 10 મહત્વની માંગણીઓમાંથી એકને ફગાવી દીધી છે. 5 મુદ્દાઓ પર સ્પષ્ટીકરણ આપવાનું કહ્યું હતું અને 4 મુદ્દાઓ પર હાલની સિસ્ટમ બદલવાની ખાતરી આપી હતી.
1. નવો કાયદો
- ખેડુતોનો મુદ્દો: કૃષિ સુધારણા કાયદાને રદ કરો.
- સરકારનો પ્રસ્તાવ: કાયદાની તે જોગવાઈઓ, જેના પર ખેડૂતોને વાંધો છે, તેના પર સરકાર ખુલ્લા મનથી વિચાર કરવા માટે તૈયાર છે.
2. પાકનો વેપાર
- ખેડૂતોનો મુદ્દો: સરકારી એજન્સીને પેદાશો વેચવાનો વિકલ્પ સમાપ્ત થશે. પાકનો ધંધો ખાનગી હાથમાં જશે.
- સરકારનો જવાબ: નવા કાયદાઓમાં સરકારી ખરીદીની વ્યવસ્થામાં દખલ કરવામાં આવી નથી. MSP કેન્દ્રો રાજ્ય સરકારો બનાવી શકે છે. તેઓ ત્યાં મંડી બનાવવા માટે પણ મુક્ત છે.
- સરકારનો પ્રસ્તાવ: MSPની વ્યવસ્થા પણ સતત મજબૂત થઈ છે. તેમ છતાં, કેન્દ્ર સરકાર MSP પર લેખિત ખાતરી આપશે.
3. ખેડૂતોની જમીન
- ખેડુતોનો મુદ્દો: ખેડુતોની જમીન પર મોટા ઉદ્યોગપતિ કબજો કરી લેશે. ખેડૂત તેની જમીન ગુમાવશે.
- સરકારનો જવાબ: કૃષિ કરાર અધિનિયમ મુજબ, ખેતીની જમીનના વેચાણ, લીઝ અને મોર્ટગેજ અંગે કોઈ કરાર થઈ શકતો નથી. ખેડૂતની જમીન પર કોઈપણ બાંધકામ બનાવી શકાતું નથી. જો કોઈપણ બાંધકામ બંધાયેલ છે, તો પાક ખરીદનારે કરાર સમાપ્ત થયા પછી તેને દૂર કરવું પડશે. જો સ્ટ્રક્ચર દૂર કરવામાં નહીં આવે, તો તે મિલકત ખેડૂતની માલિકીની રહેશે.
- સરકારનો પ્રસ્તાવ: તે સ્પષ્ટ કરવામાં આવશે કે ખેડૂતની જમીન પર બાંધકામ થવાની સ્થિતિમાં પાક ખરીદનાર તેના પર કોઈ લોન લઈ શકશે નહીં કે માળખાને પોતાના કબજામાં રાખી શકશે નહીં.
4. APMC માર્કેટ
- ખેડુતોનો મુદ્દો: એવી આશંકા છે કે માર્કેટ સમિતિઓ હેઠળ એટલે કે APMC હેઠળ રચાયેલી માર્કેટો નબળા પડી જશે અને ખેડૂત ખાનગી માર્કેટની જાળમાં ફસાઈ જશે.
- સરકારનો જવાબ: ખેડૂતો માર્કેટ ઉપરાંત તેમના પાકને કોલ્ડ સ્ટોરેજથી, સીધા તેમના ખેતરોમાંથી અથવા ફેક્ટરીઓમાં પણ પોતાનો પાક વેચી શકશે. આ માટે નવા વિકલ્પો રજૂ કરવામાં આવ્યા છે. ખેડુતોને વધુ રૂપિયા મળી શકે અને વધુ સ્પર્ધા રહે, તેથી નવા વિકલ્પો લાવવામાં આવ્યા છે. માર્કેટ સમિતિઓમાં MSP પર પાક વેચવાના જૂના વિકલ્પો પણ અકબંધ છે.
- સરકારનો પ્રસ્તાવ: કાયદામાં બદલાવ કરી શકાય છે, જેથી રાજ્ય સરકારો ખાનગી માર્કેટોની નોંધણી કરી શકે. રાજ્ય સરકારો આવી માર્કેટોમાંથી સેસ પણ વસૂલ કરી શકશે.
5. જમીનનું જોડાણ
- ખેડુતોનો મુદ્દો: નવા કાયદા હેઠળ ખેડૂતોની જમીન જોડી શકાય છે.
- સરકારનો જવાબ: નવા કાયદાની કલમ 15માં સ્પષ્ટ લખ્યું છે કે વસૂલી પ્રાપ્તિ માટે ખેડૂતની જમીન જોડી શકાતી નથી. ખરીદનાર સામે બાકી રકમ પર 150% દંડ લાદવામાં આવી શકે છે, પરંતુ ખેડૂતો પર દંડ લાદવાની કોઈ જોગવાઈ નથી.
- સરકારનો પ્રસ્તાવ: જો કોઈ સ્પષ્ટતાની જરૂર હોય તો તેને જાહેર કરવામાં આવશે.

6. વિવાદોનું કોર્ટમાં સમાધાન
- ખેડુતોનો મુદ્દો: જો કોઈ વિવાદ થાય તો નવો કાયદો કહે છે કે ખેડૂત સિવિલ કોર્ટમાં જઇ શકતા નથી.
- સરકારનો જવાબ: 30 દિવસમાં સમસ્યાનું હલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. બોર્ડ દ્વારા પરસ્પર સમજૂતીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
- સરકારનો પ્રસ્તાવ: સિવિલ કોર્ટમાં જવાનો વિકલ્પ પણ આપી શકાય છે.
7. પાન કાર્ડથી પાકની ખરીદી કરો
- ખેડુતોનો મુદ્દો: જો તમે નોંધણીને બદલે પાનકાર્ડ બતાવીને પાક ખરીદો થશે તો છેતરપિંડી પણ થશે.
- સરકારનો જવાબ: માર્કેટિંગના વધુ વિકલ્પો પૂરા પાડવા માટે પાન કાર્ડ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.
- સરકારનો પ્રસ્તાવ: જે લોકો પાક ખરીદે છે તેમને નોંધણી નિયમો બનાવવા માટે રાજ્ય સરકારોને સત્તા આપી શકાય છે.
8. પરાલી સળગાવવાની સજા
- ખેડૂતોનો મુદ્દો: એર ક્વોલિટી મેનેજમેન્ટ ઓફ એનસીઆર ઓર્ડિનેન્સ 2020ને નાબૂદ કરવામાં આવે, કેમ કે તેના દ્વારા પરાલી સળગાવવા પર દંડ અને સજા થઈ શકે છે.
- સરકારનો પ્રસ્તાવ: ખેડૂતોના વાંધાઓને દૂર કરવામાં આવશે.
9. રજીસ્ટ્રેશન
- ખેડૂતોનો મુદ્દો: કૃષિ કરારના રજીસ્ટ્રેશન માટેની કોઈ વ્યવસ્થા નથી.
- સરકારનો જવાબ: નવા કાયદા હેઠળ રાજ્ય સરકારો રજીસ્ટ્રેશન કરવાની વ્યવસ્થા શરૂ કરી શકે છે. તેઓ રજીસ્ટ્રેશન ટ્રિબ્યુનલ્સ પણ બનાવી શકે છે.
- સરકારનો પ્રસ્તાવ: જ્યાં સુધી રાજ્ય સરકારો રજીસ્ટ્રેશનની વ્યવસ્થા નહીં કરે ત્યાં સુધી, તે વ્યવસ્થા કરવામાં આવશે કે કૃષિ કરાર થયા પછી 30 દિવસની અંદર તેની એક નકલ એસડીએમ ઓફિસમાં જમા કરાવવી જોઈએ.
10. વીજળી બિલ
- ખેડૂતોનો મુદ્દો : વીજળી સંશોધન બિલ 2020 નાબૂદ કરવામાં આવે.
- સરકારનો જવાબ: આ બિલ પર હજી ચર્ચા ચાલી રહી છે. રાજ્ય સરકાર સબસિડી લોકોના ખાતામાં અગાઉથી જમા કરાવવાની દરખાસ્ત કરાઇ છે.
- સરકારનો પ્રસ્તાવ: ખેડૂતોના વીજળી બિલના પેમેન્ટની હાલની વ્યવસ્થામાં કોઈ બદલાવ કરવામાં નહીં આવે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3qFWNHt

0 ટિપ્પણીઓ