કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે વિપક્ષી પાર્ટીઓનું એક પ્રતિનિધિ મંડળ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. કૃષિ કાયદા અંગે પોતાની ચિંતાઓથી વાકેફ કર્યા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરનારા નેતાઓમાં શરદ પવાર, રાહુલ ગાંધી, CPM નેતા સીતારામ યેચુરી, CPM મહાસચિવ ડી.રાજા અને DMK નેતા ટી કે એસ ઈલેનગોવનનો સમાવેશ થતો હતો. રાષ્ટ્રપતિને મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે અમે રાષ્ટ્રપતિને કહ્યું છે કે ખેડૂત વિરોધી કાયદાને પાછા લેવામાં આવે. CPIM મહાસચિવ સીતારામ યેચુરીએ કહ્યું કે અમે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપ્યુ છે. અમે કૃષિ કાયદા તથા વીજળી સંશોધન બીલ પાછા લેવા કહ્યું છે.
In this cold, the farmers are on the streets protesting peacefully, expressing their unhappiness. It is the duty of the government to resolve this issue: Sharad Pawar, NCP after meeting President Kovind over farm laws pic.twitter.com/wn80Q8S3XB
— ANI (@ANI) December 9, 2020
કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ ખેડૂતોના આંદોલનને તેમનું સમર્થન આપ્યુ છે અને ત્રણેય કૃષિ કાયદા પાછા લેવાની માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આ કૃષિ કાયદાઓના વિરોધમાં પંજાબ અને હરિયાણામાં રેલીઓ યોજી ચુક્યા છે.સરકારે કૃષિ ક્ષેત્રમાં મોટા સુધારાની દિશામાં આગળ વધતા સપ્ટેમ્બર મહિનામાં ત્રણ કૃષિ કાયદા લાગૂ કર્યા હતા. સરકારે કહ્યું હતું કે આ કાયદા બાદ વચેટીયાઓની ભૂમિકા સમાપ્ત થઈ જશે અને ખેડૂતોને દેશમાં ગમે ત્યાં તેમના ઉત્પાદનોનું વેચાણ કરવા મંજૂરી મળશે.
વિપક્ષના નેતા રાષ્ટ્રપતિને મળ્યા, રાહુલે કહ્યું- હિસ્તાનનો ખેડૂત ડરશે નહીં
રાહુલ ગાંધીએ કહ્યું ખેડૂતોએ દેશનો પાયો છે અને તે દિવસભર આ દેશ માટે કામ કરે છે. આ જે બિલ પસાર કરવામાં આવ્યુ છે તે ખેડૂતોના વિરોધી છે. પ્રધાનમંત્રીજી કહેતા હતા કે આ બિલ ખેડૂતોના હિત માટે છે, પ્રશ્ન એ છે કે ખેડૂતો આટલા ગુસ્સે શા માટે છે. આ બિલનો ઉદ્દેશ મોદીજીના મિત્રોને એગ્રીકલ્ચર સોંપવાનો છે. ખેડૂતોની શક્તિ સામે કોઈ જ ટકી શકશે નહીં. હિંદુસ્તાનના ખેડૂતો ડરશે નહીં, હટશે નહીં અને આ બિલ રદ નહીં થાય ત્યાં સુધી હટશે નહીં.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3lYfxOY

0 ટિપ્પણીઓ