News

Responsive Advertisement

કોરોના વાઇરસ ની અપડેટ

કીર્તનથી સવાર શરૂ થાય છે, પછી ચાની સાથે સમાચારો પર ચર્ચા અને લંગરની તૈયારીઓ થાય છે

26 નવેમ્બરે સિંધુ બોર્ડરથી શરૂ થયેલું ખેડૂત આંદોલન 14માં દિવસે પણ ચાલુ છે. અહીં નજારો મિની પંજાબ જેવો છે. હજારોની સંખ્યામાં અહીં ખેડૂતો ભેગા થયા છે. હજી કેટલા દિવસ અહીં રહેવાનું છે તે કોઈ જાણતુ નથી પરંતુ તૈયારીઓ લાંબા સમય સુધી રહેવાની છે. દરેક વ્યવસ્થા કરવામાં આવી છે. ફોટો દ્વારા જુઓ ખેડૂત આંદોલનના ગ્રાઉન્ડ ઝીરો પર કેવો રહે છે દિવસ...

સિંધુ બોર્ડર પર સવારે ખેડૂતો ઢોલ-નગારા લઈને નીકળે છે. આ રીતે શરૂ થાય છે સવાર.
પછીથી આંદોલન બાબતે ચર્ચાઓ શરૂ થાય છે.
મહિલાઓ પણ ચા પીતા-પીતા એક બીજાને આંદોલન અંગેનો પોતાનો મત જણાવે છે.
સવારના સમયે ચા-નાસ્તો કરવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થાય છે.
સવારના સમયે મોટી જવાબદારી છે, હજારો ખેડૂતો માટે ખાવાની વ્યવસ્થા કરવાની.
રેશન-પાણી ન ઘટે તેની પણ પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
હજારોની સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા છે છતાં પણ કોઈ અવ્યવસ્થા નથી.
ટીમ બનાવવામાં આવી છે, જે ખાવાનું, દવાઓ અને જરૂરી ચીજો બીજાને આપે છે.
સૂર્ય માથે આવવાની સાથે જ આંદોલન વેગ પકડે છે.
સિંધુ બોર્ડર પર ખેડૂતોના સમર્થનમાં મોટી સંખ્યામાં યુવાઓ પણ પહોંચ્યા છે.
ખેડૂતોના આ આંદોલનમાં 8 વર્ષના બાળકથી લઈને 80 વર્ષના વૃદ્ધ પણ સામેલ છે.
ખેડૂતો કંગના રનોટના નિવેદનથી નારાજ છે અને પોસ્ટર્સ દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે.
સાંજ થતા જ સુવાની તૈયારીઓ થવા લાગે છે. મજાક-મસ્તીથી આંદોલનનો તણાવ ભરેલા માહોલ હલકો થાય છે.
કોઈકની સુવાની વ્યવસ્થા ગાડીમાં થાય છે તો કોઈકને નીચે સુવાની ફરજ પડે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
14 દિવસથી ખેડૂતો કૃષિ કાયદાઓની વિરુદ્ધ દેખાવો કરી રહ્યાં છે.


from Divya Bhaskar https://ift.tt/2VYfKHo

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ