કંડલાથી મુંબઈ જઈ રહેલા સ્પાઈસજેટના Q400 વિમાનનું આઉટર વ્હીલ ટેકઓફ કર્યા પછી તરત જ રનવે પર પડી ગયું. મુંબઈમાં લેન્ડિંગ કરતી વખતે, પાયલટે ઈમરજન્સી જાહેર કરી, જોકે વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું. સ્પાઈસજેટનું બોમ્બાર્ડિયર DHC8-400 વિમાને શુક્રવારે બપોરે 2.39 વાગ્યે કંડલા એરપોર્ટના રનવે નંબર 23 પરથી ઉડાન ભરી. ટેકઓફ કર્યા પછી તરત જ, ટાવર કંટ્રોલરે રનવે પર વિમાનમાંથી એક મોટી કાળી વસ્તુ પડતી જોઈ. જ્યારે નિરીક્ષણ ટીમે જઈને જોયું તો વિમાનનું વ્હીલ પડી ગયું હતું. જુઓ વીડિયો ટેકનિકલ ખામીની માહિતી મળ્યા બાદ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (CSMIA) પર બપોરે 15:51 વાગ્યે ફ્લાઇટનું ઈમરજન્સી ઉતરાણ કરવામાં આવ્યું. એરપોર્ટ વહીવટીતંત્રે સાવચેતી રૂપે સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરી હતી. જોકે, વિમાન રનવે નંબર 27 પર સુરક્ષિત રીતે ઉતર્યું. વિમાનમાં ક્રૂ સહિત લગભગ 78 મુસાફરો હતા. તે બધા સુરક્ષિત છે. ઉતરાણ પછી, એરપોર્ટ પર સામાન્ય કામગીરી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. બોમ્બાર્ડિયર DHC8-400માં ટ્રાઇસિકલ લેન્ડિંગ ગિયર સિસ્ટમ છે, જેમાં નોઝ ગિયર પર બે પૈડા અને દરેક મુખ્ય લેન્ડિંગ ગિયર પર બે મુખ્ય પૈડા છે. સ્પાઇસજેટના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "12 સપ્ટેમ્બરના રોજ, કંડલાથી મુંબઈ જતા સ્પાઇસજેટ Q400 વિમાનનું એક આઉટર વ્હીલ ટેક-ઓફ પછી રનવે પર મળી આવ્યું હતું. વિમાને મુંબઈની સફર ચાલુ રાખી અને એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું. ઉતરાણ પછી, વિમાન ટર્મિનલ પર પહોંચ્યું અને બધા મુસાફરો સુરક્ષિત રીતે ઉતરી ગયા." ઈમરજન્સી લેન્ડિંગ સંબંધિત સમાચાર વાંચો... ઇન્ડિગોની સુરત-દુબઈ ફ્લાઈટનું અમદાવાદમાં ઈમર્જન્સી લેન્ડિંગ:યાત્રીએ કહ્યું પાયલટની સૂઝ-બૂઝથી 175 લોકોનો જીવ બચ્યો સુરતથી દુબઈ જતી ઇન્ડિગોની ફ્લાઈટ નંબર 6E-1507માં મધદરિયે એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પાયલટે તાત્કાલિક નિર્ણય લઈને પ્લેનને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડાયવર્ટ કર્યું. સંપૂર્ણ સમાચાર વાંચો અમદાવાદ પ્લેન ક્રેશ જેવી ઘટના ફરી થતા રહી ગઈ:ગુવાહાટી-ચેન્નાઈ ફ્લાઈટમાં ફ્યુલ ઓછું હોવાથી ઈમરજન્સી લેન્ડિંગ, અમદાવાદની જેમ જ પાઇલટે MAYDAY કોલ કર્યો અમદાવાદ વિમાન દુર્ઘટનાના લગભગ એક અઠવાડિયા પછી, બીજી ફ્લાઇટના પાઇલટે MAYDAY કોલ કર્યો. ઇન્ડિગોની ગુવાહાટી-ચેન્નઈ ફ્લાઇટના પાઇલટે આ ઇમરજન્સી કોલ કર્યો. આ માહિતી શનિવારે પ્રકાશમાં આવી. આ ઘટના 19 જૂનના રોજ બની હતી. પાઇલટે વિમાનમાં ફ્યુલની તીવ્ર અછત જોયા બાદ, એટીસી (એર ટ્રાફિક કંટ્રોલ)ને તાત્કાલિક ફોન કર્યો. જોકે, આ ફ્લાઇટને તાત્કાલિક બેંગલુરુ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી. સંપૂર્ણ સમાચાર વાંચો
from ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર https://ift.tt/W9xknzv

0 ટિપ્પણીઓ